અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરની AMTS લાલ બસ સેવા રાહદારીઓ અને વાહનચાલકો માટે ખતરનાક બની રહી છે. AMTSની સેવા ખાનગી હાથોમાં ગયા બસી તો તેની સર્વિસ પણ ઘણી કથળી છે. શહેરની લાઈફલાઈન ગણાતી આ AMTS બસ સેવાના ડ્રાઈવરોએ છેલ્લા 10 વર્ષમાં અકસ્માતોનો કિર્તિમાન સર્જ્યો છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે.
AMTSએ કેટલા અકસ્માતો કર્યા?
તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ AMTS બસ સેવા દ્વારા છેલ્લા 10 વર્ષમાં 2407 અકસ્માત થયા છે. જેમાં 55 લોકોના જીવ ગયા છે. જ્યારે એએમટીએસની ખાનગી ઓપરેટર દ્વારા સંચાલિત AMTS બસ સેવાએ છેલ્લા 10 વર્ષમાં 4876 અકસ્માત સર્જાવામાં આવ્યા છે. આ અકસ્માતમાં 116 લોકો મોતને ભેટ્યા છે. આ આંકડા જણાવે છે કે ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામા આવતી બસ સર્વિસના ડ્રાઈવરો બેફામ ડ્રાઈવિંગ કરે છે. વર્ષ 202/23 જાન્યુઆરી સુધી 240 અકસ્માત જેમાં 09 ફેટલ અકસ્માત, વર્ષ 2021/22 માં 155 અકસ્માતમાં 08 ફેટલ અકસ્માત થયા છે.