શું અમૃતપાલ સિંહની ધરપકડનો પ્લાન લીક થયો હતો? પંજાબ પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-03-26 17:30:16

પંજાબમાં ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ અને તેના સંગઠન વારિસ પંજાબ દે સામે પોલીસ કાર્યવાહી ચાલી રહી છે. અમૃતપાલ સિંહને ફરાર થયાને 9 દિવસ થઈ ગયા છે. આ દરમિયાન વધુ એક ઘટનાક્રમ સામે આવ્યો છે. 18 માર્ચે જ્યારે પોલીસ દળોએ અમૃતપાલને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું ત્યારે અમૃતપાલના પાંચ એસયુવીના કાફલાએ અચાનક હરિકે પુલથી ગોઇંદવાલ તરફનો રસ્તો બદલી નાખ્યો હતો. જ્યારે પુલની બીજી તરફ તૈનાત પોલીસ અધિકારીઓ સાદા યુનિફોર્મમાં હતા અને ખાનગી વાહનોમાં તેમની રાહ જોઈ રહ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પંજાબ પોલીસ દળમાંથી કોઈએ કથિત રીતે ખાલિસ્તાન સમર્થક કાર્યકર્તા અને તેની ટીમને માહિતી લીક કરી હશે. નહીંતર અમૃતપાલ એ જ દિવસે પોલીસના હાથે ઝડપાઈ ગયો હોત.


પોલીસને હાથતાળી આપી છટકી ગયો


'ધ ટ્રિબ્યુન'ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પોલીસ અમૃતપાલ અને પાપલપ્રીતની બ્રેઝા કારનો પીછો કરી રહી હતી, ત્યારે કાફલામાં તેના કાકા હરજીત સિંહે કથિત રીતે ચલાવેલી મર્સિડીઝ ગુરુદ્વારા બુલંદપુરી તરફ વળી ગઈ હતી. આ ગુરુદ્વારાથી માત્ર 200 મીટર દૂર 20 માર્ચની રાત્રે લગભગ 1 વાગ્યે હરજીતે મીડિયાની સામે આત્મસમર્પણ કર્યું હતું.


પોલીસની ભૂમિકા શંકાસ્પદ


અમૃતપાલે પાપલપ્રીત સાથે મળીને આ ગુરુદ્વારા પાસે પોતાની મોટરસાઇકલનું ટાયર પંચર કરાવ્યું હતું. જ્યારે અર્ધલશ્કરી દળ અને પોલીસે વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બંનેને લિફ્ટ આપનાર ગાડીવાળો આ ગુરુદ્વારાની સામે આવેલા ઉધોવાલ ગામનો રહેવાસી હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કોઈ વરિષ્ઠ અધિકારી આ મામલે કોઈ નક્કર જવાબ આપી શક્યા નથી. પોલીસે એક દિવસ પણ હરજીતની પૂછપરછ કેમ ન કરી તે અંગે અટકળો ચાલી રહી છે. જ્યારે તે આ કેસમાં સૌથી મહત્વની કડી હતો. 20 માર્ચે સવારે 1 વાગ્યે અમૃતસર પોલીસે તેની ધરપકડ કરી હતી અને પાંચ કલાકની અંદર તેને દિબ્રુગઢ લઈ જવામાં આવ્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?