અમૃતપાલ સિંહના સાથી પપ્પલપ્રીત સિંહની ધરપકડ, થોડા દિવસો પહેલા બંને સાથે જોવા મળ્યા હતા


  • Published By :
  • Published Date : 2023-04-10 16:28:48

ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના સહયોગી પપ્પલપ્રીત સિંહની દિલ્હી અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશન બાદ હોશિયારપુરથી ધરપકડ કરવામાં આવી છે. 38 વર્ષીય પપ્પલપ્રીત સિંહ 18 માર્ચથી ફરાર હતો. થોડા દિવસો પહેલા તે બંને એક વાયરલ ફોટોમાં સાથે જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ દિલ્હી સ્પેશિયલ સેલ અને પંજાબ પોલીસે એક મોટા ઓપરેશન બાદ આ સફળતા મેળવી છે. 38 વર્ષીય પપલપ્રીત સિંહને અમૃતપાલ પોલીસની પકડમાંથી છટકી જવા પાછળનું ભેજું માનવામાં આવે છે. પપલપ્રીત પાકિસ્તાનની ISI સાથે ગાઢ સંપર્કમાં હતો અને તેની પાસેથી સૂચનાઓ મેળવતો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.


પોલીસે શરૂ કર્યું હતું સર્ચ ઓપરેશન


અમૃતપાલ સિંહનો નજીકનો સાથી પપ્પલપ્રીત સિંહ કથિત રીતે એપ્રિલની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર એક સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યો હતો. પપલપ્રીત સિંહ હોંશિયારપુરના તનૌલી ગામ પાસેના ડેરામાં જોવા મળ્યો હતો. જોકે આ ફૂટેજ 29 માર્ચના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તેના એક દિવસ બાદ પંજાબ પોલીસની કાઉન્ટર ઈન્ટેલિજન્સ વિંગની ટીમે ફગવાડાથી ટોયોટા ઈનોવા વાહનનો પીછો કર્યો હતો. પોલીસને શંકા હતી કે તેમાં અમૃતપાલ અને પપ્પલપ્રીત મુસાફરી કરી રહ્યા હતા. જે 'ડેરા'ના ફૂટેજ સામે આવ્યા છે તે એક ગામમાં સ્થિત છે, જે મરનિયા ગામથી માત્ર બે-ત્રણ કિમી દૂર છે. પોલીસે બંનેને શોધવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરી હતી.


પંજાબ પોલીસ એલર્ટ મોડ પર


અમૃતપાલ સિંહના વૈશાખીની ઉજવણી દરમિયાન આત્મસમર્પણની અફવાઓ પહેલા પંજાબ પોલીસે સમગ્ર પંજાબમાં તેની તકેદારી વધારી છે. પપલપ્રીતની ધરપકડ પોલીસને અમૃતપાલ સિંહની નજીક લાવવામાં મદદ કરશે.પંજાબના પોલીસ વડા ગૌરવ યાદવે સોમવારે સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે જેને કાયદો ઈચ્છે પોલીસ તેને પકડી લેશે અને આવા લોકો કાયદાની સામે આત્મસમર્પણ કરી દે તો સારું રહેશે. તેમણે આ દરમિયાન કહ્યું હતું કે આ સમગ્ર ષડયંત્ર પાછળ પાકિસ્તાનનો હાથ છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?