'ખાલીસ્તાની' અમૃતપાલ સિંહના સમર્થકોનું હલ્લા બોલ, હથિયારો સાથે પોલીસ સ્ટેશન પર કબજો


  • Published By :
  • Published Date : 2023-02-23 16:09:21

પંજાબમાં ફરીથી ખાલિસ્તાનવાદીઓ માથું ઉંચકી રહ્યા છે, રાજ્યમાં સક્રિય બનેલા ખાલીસ્તાની સમર્થકો સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યા છે. આજે ખાલિસ્તાન સમર્થક નેતા અમૃતપાલ સિંહના સમર્થકો અમૃતસરમાં એકત્રિત થયા હતા. હાથોમાં હથિયારો અને તલવારો સાથે એકઠા થયેલા આ લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો બાદમાં અજનાલા પોલીસ સ્ટેશન પર કબજો જમાવી દીધો હતો.


શા માટે વિરોધ થયો?


પંજાબના અલગતાવાદી સંગઠન વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહના નજીકના લવપ્રીત તોફાનીની ધરપકડનો વિરોધ કરવા માટે સેંકડો સમર્થકો એકઠા થયા હતા. અજનાલા પોલીસ સ્ટેશનની બહાર મોટી સંખ્યામાં અમૃતપાલના સમર્થનમાં નિહંગ તલવારો સાથે પહોંચ્યા હતા પહેલા તેમણે પોલીસ સ્ટેશનમાં પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી અને બાદમાં કબજો જમાવી દીધો હતો. 


અમૃતપાલે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન 


ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહે તાજેતરમાં જ એક નિવેદન આપી જોરદાર વિવાદ સર્જ્યો હતો. પંજાબી એક્ટર અને એક્ટિવિસ્ટ દીપ સિધ્ધુની વરસી પર અમૃતપાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન અમૃતપાલે મંચ પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપી હતી. અમૃતપાલે કથિત રીતે તેમના નિવેદનમાં કહ્યું કે જે ઈન્દિરા ગાંધી સાથે થયું તે જ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે પંજાબનો દરેક બાળક ખાલીસ્તાનની વાત કરે છે. આ ધરતીના અમે હકદાર છીએ, કેમ કે અમે અહીં રાજ કર્યું છે, પછી તે અમિત શાહ હોય કે ભગવત માન કોઈ અમને ત્યાંથી હટાવી શકશે નહીં. આખી દુનિયાની ફોજ આવીને કહે તો પણ અમે અમારો દાવો છોડીશું નહીં.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..