ગુજરાત વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારકોની રેલી શરૂ થઈ ગઈ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અમરેલીમાં રેલી સંબોધશે. 20 નવેમ્બરે અમરેલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભા સંબોધશે ત્યારબાદ 22 નવેમ્બરે રાહુલ ગાંધીની સભા યોજાશે. બંને નેતાની સભા એક જ મેદાનમાં અને એક જ મંડપમાં યોજાશે.
આગામી દિવસોમાં આ શહેરની મોદી લેશે મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરથી પહેલા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 અને 20 નવેમ્બરે બે દિવસ ગુજરાત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 વિધાનસભા સીટ પર 6 જનસભા સંબોધશે અને રોડ શૉ પણ કરશે. 19 નવેમ્બરે વાપીમાં રોડ શૉ કરશે અને વલસાડમાં સભા સંબોધશે. 20 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં સભા સંબોધશે.
એક જ સ્થળે મોદી-રાહુલની સભા
ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં રાહુલ ગાંધી રેલી કરશે. 20 નવેમ્બરે અમરેલીના ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભા યોજાશે. જેના બે દિવસ બાદ એટલે કે 22 નવેમ્બરે રાહુલ ગાંધી તે જ જગ્યા પર સભા સંબોધશે.