બોરવેલમાં ફસાઈ જવાને કારણે અનેક બાળકોના જીવન સંકટમાં મૂકાઈ જતા હોય છે.. બોરવેલમાં ફસાયેલા બાળકોના અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે અમરેલીથી... અમરેલીના સુરપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી ગઈ છે.. જે બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ છે જેની ઉંમર દોઢ વર્ષની છે. પરપ્રાંતિય ખેત મજૂરી કરતા પરિવારની દીકરી બોરવેલમાં ફસાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તેમજ 108ની ટીમ ત્યાં આવી પહોંચી હતી. બાળકીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે..
બાળકીની જિંદગી બચાવવાની થઈ રહી છે કોશિશ
બાળક રમતા રમતા અનેક વખત પોતાની જીંદગીને જોખમમાં મૂકી દેતા હોય છે. થોડા સમય પહેલા સુરતથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં સાતમા માળથી બાળક પટકાયું હતું.. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું.. ત્યારે અમરેલીથી એક ઘટના સામે આવી છે જ્યાં બાળકી બોરવેલમાં ફસાઈ ગઈ અને તેની જિંદગીને બચાવવાની કોશિશ થઈ રહી છે.. બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. બાળકને બહાર કાઢવાની કોશિશ થઈ રહી છે. એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે. ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યું છે બાળકીને..
દોઢ વર્ષની બાળકી ફસાઈ ગઈ બોરવેલમાં
ખુલ્લા રાખવામાં આવતા બોરને કારણે અનેક વખત દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. બોર ખુલ્લો હોવાને કારણે નાનું બાળક અંદર જતું રહે છે, અંદર પડી જાય છે.. અનેક કિસ્સાઓ આપણી સામે છે.. રમતા રમતા બાળક તે બોરમાં પડી જાય છે અને તેની જિંદગી જોખમમાં મૂકાઈ જાય છે.. નાના બાળકને નથી ખબર હોતી કે આગળ બોરવેલ છે, તે બોરવેલ તેના માટે જોખમી છે. આજે જે કિસ્સો સામે આવ્યો છે તેમાં બોરવેલમાં પડી જનાર બાળકી માત્ર દોઢ વર્ષની હતી.. પરપ્રાંતથી આવેલા મજૂરની બાળકી ભનુભાઈ ભીખાભાન કાકડીયાની વાડીના ખુલ્લા બોરમાં પડી ગઈ છે. 40થી 45 ફૂટ ઉંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. એવી માહિતી સામે આવી છે કે પ્રફૂલ પાનસેરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આવા ખુલ્લા બોર રાખનાર લોકો વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માગ કરી છે.