હાલ જ્યાં જુઓ ત્યાં વાવાઝોડાની વાત થઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે. અલગ અલગ સિગ્નલો પણ વાવાઝોડાને લઈ આપવામાં આવતા હોય છે. અનેક દેશોમાં સિગ્નલો દર્શાવવા માટે ફ્લેગનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ભારતમાં આ માટે 11 સિગ્નલોને ઉપયોગ કરવામાં આવે છે. વાવાઝોડાની ગંભીરતાને લઈ અલગ અલગ સિગ્નલો અપાતા હોય છે ત્યારે જાણીએ ક્યારે ક્યાં સિગ્નલ આપવામાં આવે છે.
જાણો ક્યારે અપાય છે સિગ્નલ નંબર 1થી સિગ્નલ નંબર 11 ?
સિગ્નલ નંબર 1 ત્યારે આપવામાં આવે છે જ્યારે કોઈ દૂરના વિસ્તારમાં ક્યાંક વાવાઝોડું સર્જાઈ રહ્યું હોય. આ સિગ્ન દરમિયાન પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે હોય છે. જો પવનની ગતિ 60થી 90 કિલોમિટર પ્રતિકલાકે હોય તે દરમિયાન વાવાઝોડું સર્જાયું છે તે વખતે સિગ્નલ નંબર 2 આપવામાં આવે છે. સિગ્નલ નંબર 3 અને સિગ્નલ નંબર 4 બંદરોની સ્થિતિ ભયજનક હોવાનું સૂચવે છે. સિગ્નલ નંબર 3 ત્યારે આપવામાં આવે છે જ્યારે વાવાઝોડા બંદર સુધી પહોંચી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 60થી 90 કિલોમીટર પ્રતિકલાક રહેશે.સિગ્નલ નંબર 4 સ્થાનિક તંત્રને વોર્નિંગ આપવામાં આવે છે કે બંદરને અસર કરી શકે છે.
ભયનો સંકેત સિગ્નલ નંબર 4 દર્શાવે છે. વાવાઝોડાને કારણે બંદરના હવામાનને અસર થઈ શકે છે. બંદરની ડાબુ બાજુથી વાવાઝોડું પસાર થઈ શકે છે. જો સિગ્નલ નંબર 6 આપવામાં આવ્યું હોય તો વાવાઝોડું ડાબી બાજુથી પસાર થઈ શકે છે. જો બંદર ઉપરથી અથવા તો બંદર નજીકથી વાવાઝોડું પસાર થવાનું હોય ત્યારે સિગ્નલ નંબર 7 આપવામાં આવે છે. સિગ્નલ નંબર 8નું એલર્ટ આપવામાં આવ્યું હોય તો તેનો મતલબ થાય છે કે તે સમય દરમિયાન હવાની ઝડપ 90થી 120 કિલોમીટર પ્રતિકલાકની હોય છે. વાવાઝોડું જમણી બાજુથી પસાર થશે.
જો સિગ્નલ નંબર 9 આપવામાં આવ્યું હોય તો ચક્રવાત ડાબી બાજુથી પસાર થઈ શકે છે. સિગ્નલ નંબર 10ને ખૂબ જ જોખમનું એલર્ટ માનવામાં આવે છે. આ વાવાઝોડાને અતિ ભયંકર માનવામાં આવે છે. બંદર પરથી અથવા તો તેની આજુબાજુથી પસાર થશે અને પવનની ગતિ 200 કિલોમીટર પ્રતિકલાકે રહેતી હોય છે. અને સૌથી છેલ્લે સિગ્નલ નંબર 11 આપવામાં આવે છે જેનો અર્થ થાય છે કે બંદર સાથેના તમામ સંપર્ક તૂટી પડયા છે. બંદર ખતરામાં હોય ત્યારે આ સિગ્નલ આપવામાં આવે છે.