અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ઘાયલ થયા છે તેવા સમાચાર મળી રહ્યા છે. હૈદરાબાદમાં ફિલ્મનું શુટિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન તેઓ ઘાયલ થયા છે. પોતાના ઘરે અમિતાભ આરામ કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન પ્રભાસની ફિલ્મ પ્રોજેક્ટ કેનું શૂટિંગ કરી રહ્યા છે. એક એકશ્ન સીન દરમિયાન તેઓ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્ત થયા બાદ હૈદરાબાદમાં તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું અને જે બાદ તે મુંબઈ પહોંચી ગયા હતા.
અભિનેતાએ આપી જાણકારી
આ ઘટના અંગે માહિતી આપતા અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું કે પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ્દ કરવામાં આવી છે. પાટો બાંધવામાં આવ્યો છે અને સારવાર કરવામાં આવી રહી છે. તેનાથી ઘણી પીડા થઈ રહી છે. શરીરને આમ-તેમ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મને આ દુખાવા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. મને સાજા થવા માટે અઠવાડિયાનો સમય લાગશે.