શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઈજાગ્રસ્ત થયા, પગમાં આવ્યા ટાંકા


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-10-23 15:44:22

કૌન બનેગા કરોડપતિના સ્ટુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનની સાથે દુર્ઘટના સર્જાઈ છે. દિવાળી પહેલા તેમના પગની નસ કપાઈ ગઈ છે. નસ કપાઈ જતા લોહી નીકળવા લાગ્યું હતું. લોહી વહેવાને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પગમાં ઈજા થતા ટાંકા આવ્યા છે. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં આ વાત શેર કરી છે. 

સોશિયલ મીડિયામાં આપી જાણકારી 

બોલિવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં વાત શેર કરતા કહ્યું હતું કે ધાતુના એક ટુકડાએ મારા ડાબા પગની નસ કાપી નાખી. નસ કપાઈ જતાં અનિયંત્રિત રીતે લોહી વહેવા લાગ્યું હતું. જોકે, ડોક્ટર્સ તથા સ્ટાફ ટીમે સહયોગ આપ્યો હતો. વધુ લોહી નીકળતા ડોક્ટરે ટાંકા લીધા છે. 

Complaint filed against Amitabh Bachchan for question on Manusmriti on KBC:  Reports | The News Minute

હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ - બિગ બી

પગમાં ટાંકા આવતા બીગ બીને આરામ કરવાની સલાહ આપી છે. અમિતાભને પગ પર ભાર ન  મૂકવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે 3-4 કલાકના શૂટિંગ માટે હું ઉત્સાહિત હોઉ છું. પરંતુ મારો વીલ પાવર મજબૂત છે. હું ફરી પરત આવીશ અને શૂટિંગ કરીશ. 




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...