શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે અમિતાભ બચ્ચનના એક નિવેદને વિવાદ સર્જ્યો છે. અમિતાભ બચ્ચન કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું કે દેશની આઝાદીને આટલા વર્ષો વિતી ગયા હોવા છતાં આજે પણ નાગરિક સ્વતંત્રતા અને ફ્રિડમ ઓફ સ્પિચ પર સવાલો ઉઠાવવામાં આવે છે.
અમિતાભ બચ્ચને શું કહ્યું?
સદીના મહાનાયક અમિતાભ બચ્ચને 28માં કોલકાતા આંતરરાષ્ટ્રિય ફિલ્મ મહોત્સવ (KIFF)નું ઉદઘાટન કર્યા બાદ પ્રાસંગિક પ્રવચન કરતા દિગ્ગજ ફિલ્મ અભિનેતાએ અભિવ્યક્તિની સ્વતંત્રતા વિશે કહ્યું હતું કે, "આજે પણ નાગરિકોની સ્વતંત્રતા પર પ્રશ્નો ઉભા થાય છે." મને ખાતરી છે કે મંચ પરના મારા સાથીદારો પણ આ બાબતથી સંમત થશે કે નાગરિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હજુ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યા છે." સામાન્ય રીતે રાજકીય વિવાદોથી દુર રહેતા અમિતાભ બચ્ચનના આ નિવેદને દેશભરમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. અમિતાભ બચ્ચને ફિલ્મ પઠાણના વિવાદને લઈ કહ્યું હતું કે દર્શકોએ શું જોવું તે તેમની મરજીની બાબત છે. આપણે દર્શકોને હળવાશથી ન લઈ શકીએ. દર્શકો પાસે તમામ પ્રકારનું કન્ટેન્ટ હોય છે.
WB | Although not officially, but from Bengal, we will raise this demand to honour Amitabh Bacchan with the Bharat Ratna award for his contribution to Indian cinema for such a long time: CM Mamata Banerjee at the inaugural ceremony of the 28th Kolkata International Film festival pic.twitter.com/8rXMVcQ9wp
— ANI (@ANI) December 15, 2022
મમતા બેનર્જીએ પણ કરી અમિતાભની પ્રશંસા
WB | Although not officially, but from Bengal, we will raise this demand to honour Amitabh Bacchan with the Bharat Ratna award for his contribution to Indian cinema for such a long time: CM Mamata Banerjee at the inaugural ceremony of the 28th Kolkata International Film festival pic.twitter.com/8rXMVcQ9wp
— ANI (@ANI) December 15, 2022આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ અમિતાભની વાતને સમર્થન આપ્યું હતું. તેમણે અમિતાભની પ્રશંસા કરતા કહ્યું કે અમિતાભે એવી વાત કહી જે કોઈ કહી શકે નહીં અને આવું બોલવા માટે પણ હિંમત જોઈએ. આ પ્રસંગે મમતાએ અમિતાભને ભારત રત્ન આપવાની માગ કરતા કહ્યું કે તેમણે ભારતીય સિનેમા માટે લાંબા સમય સુધી યોગદાન આપ્યું છે તેથી બંગાળ તેમને ભારત રત્ન આપવાની માગ કરશે.
ભાજપે આપી પ્રતિક્રિયા
અમિતાભ બચ્ચનના આ નિવેદનને લઈ ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ કહ્યું છે કે અમિતાભના શબ્દો બંગાળ સિવાય અન્ય કોઈ જગ્યા માટે વધુ સચોટ હોઈ શકે નહીં, કારણ કે તેમણે એવી જગ્યાએ સ્વતંત્રતાની વાત કરી છે જ્યાં ચૂંટણી પછી સૌથી વધુ રક્તપાત અને હિંસા થઈ હતી.