આવતીકાલે અમિત શાહ ગીર સોમનાથ અને અમરેલીની મુલાકાતે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-10 21:56:43

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે વચ્ચે કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. સવારે અમિત શાહ ગીર સોમનાથ ખાતે સોમનાથ મહાદેવના દર્શન કરશે અને ત્યારબાદ સવારે 11 વાગ્યા નજીક અમરેલીમાં અમર ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.


અમિત શાહની સોમનાથ મહાદેવ પ્રત્યે લાગણી રહી છે ત્યારે અમિત શાહ વહેલી સવારે સોમનાથ મહાદેવને નમન કરશે અને ત્યાર બાદ અમરેલી જિલ્લાની મુલાકાત લેશે. 


અમિત શાહનો અમર ડેરીનો કાર્યક્રમ

કેન્દ્રીય મંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યા નજીક અમરેલીના ધારી રોડ પર આવેલી અમર ડેરીની મુલાકાત લેશે. કાર્યક્રમમાં પરશોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. આ સિવય આરસી મકવાણા, બિપીન પટેલ, નારણ કાછડિયા અને કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે. અમર ડેરીના કાર્યક્રમમાં અમિત શાહ લોકોને સંબોધશે. પરસોત્તમ રૂપાલા અને દિલીપ સંઘવીનો અમર ડેરીના કામકાજમાં મુખ્ય ભૂમિકા રહેલી છે. 


વિધાનસભા ચૂંટણીનો સમય નજીક છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આપના અનેક ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. અમિત શાહ ડેરીના કાર્યક્રમ સિવાય સૌરાષ્ટ્રના નેતાઓ સાથે મુલાકાત કરી રાજકીય બેઠકો પણ કરી શકે તેવી સંભાવનાઓ છે. અગાઉ પણ અમિત શાહે અમદાવાદના ટ્રાન્સ્ટેડિયામાં નેશનલ ગેમ્સના કાર્યક્રમમાં માસ્કોટ અને એન્થમનું લોકાર્પણ કર્યું હતું. 29 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે.        



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.