કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસે આવવાના છે. અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં સામેલ લેવાના છે. સંત સંમેલન સભામાં તેઓ હાજર રહેવાના છે. આ સભામાં દેશભરથી હિંદુ ધર્મના આચાર્યો તેમજ હિંદુ સંસ્થાઓના અગ્રણી ઉપસ્થિત રહ્યા છે. અમિત શાહ ઉપરાંત મોહનભાગવત પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. હિંદુ પરંપરાઓ અંગે દરવર્ષે આ સભામાં આવી ચર્ચાઓ કરવામાં આવતી હોય છે. આવી સભાઓ દર વર્ષે આયોજીત થતી હોય છે.
હિંદુ ધર્મના અનેક આચાર્યો લેશે સભામાં ભાગ
હિંદુ ધર્મને ધ્યાનમાં રાખી આવી સભાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. આ સભામાં વિવિધ આધ્યાત્મિક વિષયો પર ચર્ચા કરવામાં આવતી હોય છે. આ સભામાં હિંદુ ધર્મના તમામ સંપ્રદાયો અને સંપ્રદાયોના આચાર્યો તેમજ હિંદુ ધર્મના અગ્રણીઓ હાજર રહેતા હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે. મહત્વનું છે કે અમિત શાહની આ અમદાવાદની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.
દેશભરથી અનેક સાધુ સંતો અમદાવાદ આવ્યા
આ કાર્યક્રમમાં ભાગ લેવા મોહન ભાગવત મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અમદાવાદમાં શિવાનંદ આશ્રમ ખાતે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સંત સંમેલનમાં વિવિધ ધાર્મિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવવાની છે. આ સભામાં ભાગ લેવા દેશભરથી સંતો અમદાવાદ આવી પહોંચ્યા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે મોહન ભાગવત સંતો સાથે બેઠક પણ કરી શકી છે. લોકસભા ચૂંટણી પહેલા આ બેઠક થવાથી મહત્વની માનવામાં આવી રહી છે.