ગુજરાતના પ્રવાસે આવેલા અમિત શાહનો કોંગ્રેસ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 16:01:42

ગુજરાતમાં વિધાનસભા નજીક આવી રહી છે તેમ ચૂંટણી લક્ષી પ્રવાસોની સંખ્યમાં વધારો થયો છે. એક બાદ એક પાર્ટીઓના નેતા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ હોય કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તમામ પાર્ટીઓના નેતા પ્રચાર કરવા ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાના 2 દિવસીય પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં તેમણે ભાગ લીધો છે. વિવિધ કામોનું લોકાર્પણ કર્યું ઉપરાંત અનેક કામોનું ખાતમૂહુર્ત પણ કર્યું હતું.


કોંગ્રેસ પર અમિત શાહનો પ્રહાર

ગાંધીનગરના કલોલમાં ખાતે અમિત શાહે આદર્શ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમૂહુર્ત કર્યું હતું. પોતાના સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના નિવેદનમાં શાહે કહ્યું કે કોંગ્રેસ પોતાના રાજમાં ડોક્ટર બનાવવામાં પણ પૈસા કમાવવામાં પડી હતી. કોંગ્રેસના સમયમાં 387 મેડિકલ કોલેજ હતી જે વધીને આજે 600થી વધુ થઈ ગઈ છે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?