કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારે ઘોષણા કરી કે અયોધ્યામાં ભાગવાન રામના મંદિરનું ઉદઘાટન 1 જાન્યુઆરી 2024ના દિવસે કરવામાં આવશે. ત્રિપુરાના પ્રવાસે ગયેલા અમિત શાહે અગરતલામાં એક જનસભાને સંબોધી હતી. તેમણે જનમેદનીને સંબોધતા કોંગ્રેસ પર રામ મંદિર ન બનાવવાનો દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે રામ મંદિરના મુદ્દાને કોંગ્રેસે કોર્ટમાં ફસાવેલો રાખ્યો હતો. મોદીજી સત્તામા આવ્યા બાદ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો અને મોદીજીએ તે જ દિવસે રામ મંદિરનું ભૂમિ પૂજન કરાવી મંદિરના નિર્માણ કાર્યની શરૂ કરાવ્યું હતું.
#WATCH | Congress hindered the construction of Ram Temple in courts...After the SC verdict came, Modiji began the construction of the temple...Ram Temple will be ready on 1st January 2024: Union Home minister Amit Shah in Tripura pic.twitter.com/d7lZ8eegwS
— ANI (@ANI) January 5, 2023
"2024ની મજબૂત શરૂઆત"
#WATCH | Congress hindered the construction of Ram Temple in courts...After the SC verdict came, Modiji began the construction of the temple...Ram Temple will be ready on 1st January 2024: Union Home minister Amit Shah in Tripura pic.twitter.com/d7lZ8eegwS
— ANI (@ANI) January 5, 2023કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ત્રિપુરામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 2024માં ચૂંટણી વર્ષની મજબૂત શરૂઆત થશે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસે કોર્ટમાં રામ મંદિરના નિર્માણમાં અવરોધ ઉભો કર્યો, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર નિર્માણનું કામ શરૂ કર્યું છે. નવેમ્બરમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે મંદિરનું નિર્માણ અડધોઅડધ કામ પૂર્ણ થઈ ગયું છે અને તે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે.