કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરથી લોકસભા સીટના ઉમેદવાર છે, આવતી કાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરવાના છે.. આજે અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!
અમિત શાહે આપી બાંહેધારી!
લોકસભા ચૂંટણી માટે ગુજરાતના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરી દાવેદારી નોંધાવી રહ્યા છે.. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે જ્યારે અનેક ઉમેદવારો આવતી કાલે ફોર્મ ભરવાના છે. વિરોધના વંટોળ વચ્ચે પરોત્તમ રૂપાલા હવે તો પરષોત્તમ રૂપાલા નિશ્ચિંત થઈ શકે છે કેમ કે ગૃહમંત્રી અમિત શાહ પણ જાણે બાંહેધરી આપી રહ્યા હોય એમ કહી દીધું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો.
રિપોટરના જવાબમાં અમિત શાહે કહ્યું કે...
ગૃહમંત્રી અમિત શાહ લોકસભાની ચૂંટણી ગાંધીનગરથી લડે છે. ફોર્મ ભરતા પહેલા રોડ શૉ સાથે શક્તિપ્રદર્શન કરી રહેલા અમિત શાહને પ્રશ્ન પુછાયો કે પરશોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે એના પર શું કહેશો તો અમિત શાહે જે જવાબ આપ્યો એનાથી ભાજપનો આત્મવિશ્વાસ અને ક્ષત્રિય સમાજનો જે હિસ્સો વિરોધ કરી રહ્યો છે એમાં આક્રોશ બંને વધ્યા હશે. જે આ ઈન્ટરવ્યુ જીએસટીવીના પત્રકારે કર્યો હતો
ભાજપ ઉમેદવાર બદલવાના મૂડમાં નથી લાગતી
અમિત શાહ કહી રહ્યા છે કે તમારી ચેનલની આંખો સિવાય ક્યાંય વિરોધ નથી, જો કે હકિકત એ છે કે રાજકોટના રતનપરમાં જે સંમેલન મળ્યું એનો આકાશી નજારો દરેકે જોયો છે. ક્ષત્રિય સમાજ ખુબ જ આક્રોશની સાથે આ મામલે મેદાને છે એ હકિકત છે. પણ અમિત શાહે જે રીતે આ મુદ્દાને અથવા આ પ્રશ્નને ઈગ્નોર કર્યો એના પરથી એક વાત નક્કી છે કે ભાજપ આક્રોશ કે આંદોલનને તાબે થઈને ઉમેદવાર બદલવાનાના મૂડમાં નથી અને અમિત શાહના આ જવાબ પછી ક્ષત્રિય સમાજ પ્રતિક્રીયાના રૂપે આગળની રણનીતિ શું ઘડે છે એ જોવાનું રહ્યું,