કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કલમ 370 પર બોલતા કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ હજુ પણ કલમ 370 હટાવવાને ખોટો નિર્ણય કહી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પણ યોગ્ય નથી માની રહી. ઉલ્લેખનિય છે કે સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. ચુકાદો સંભળાવતી વખતે CJI DY ચંદ્રચુડે કહ્યું હતું કે ભારતમાં વિલીનીકરણ બાદ જમ્મુ-કાશ્મીર પાસે આંતરિક સાર્વભૌમત્વનો અધિકાર નથી. જમ્મુ-કાશ્મીર કલમ 370 એક અસ્થાયી જોગવાઈ હતી.
#WATCH केंद्रीय गृह मंत्री अमित शाह ने राज्यसभा में जम्मू और कश्मीर आरक्षण (संशोधन) विधेयक, 2023 और जम्मू और कश्मीर पुनर्गठन (संशोधन) विधेयक, 2023 पर कहा, "पाकिस्तान के कब्जे वाले कश्मीर की 24 सीटों को आरक्षित रखा गया हैं क्योंकि फिर से कह रहा हूं कि पाकिस्तान के कब्जे वाला… pic.twitter.com/k3kjCEA3Tt
— ANI_HindiNews (@AHindinews) December 11, 2023
PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે
#WATCH केंद्रीय गृह मंत्री अमित शाह ने राज्यसभा में जम्मू और कश्मीर आरक्षण (संशोधन) विधेयक, 2023 और जम्मू और कश्मीर पुनर्गठन (संशोधन) विधेयक, 2023 पर कहा, "पाकिस्तान के कब्जे वाले कश्मीर की 24 सीटों को आरक्षित रखा गया हैं क्योंकि फिर से कह रहा हूं कि पाकिस्तान के कब्जे वाला… pic.twitter.com/k3kjCEA3Tt
— ANI_HindiNews (@AHindinews) December 11, 2023અમિત શાહે રાજ્યસભામાં કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો 3 પરિવારોએ રોકી દીધા છે. તેમણે કહ્યું કે PoK ભારતનું છે, તેને કોઈ છીનવી નહીં શકે. તેમણે એમ પણ કહ્યું કે અમે ભારતની એક ઇંચ પણ જમીન જવા દઇશું નહીં. કલમ 370 અંગે તેમણે કહ્યું કે તેનાથી અલગતાવાદને બળ મળી રહ્યું હતું. ફરી એકવાર નહેરુનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે નેહરુએ અડધુ કાશ્મીર છોડી દીધું હતું. એ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે નેહરુના નિર્ણયને કારણે જમ્મુ-કાશ્મીરના વિલીનીકરણમાં વિલંબ થયો હતો.
આતંકવાદીઓ પ્રત્યે કોઈ સહાનુભૂતિ નહીં
અમિત શાહે કહ્યું કે આતંકવાદીઓ માટે અમારા દિલમાં કોઈ સહાનુભૂતિ નથી. તે હથિયારો હેઠા મુકે અને મુખ્ય પ્રવાહમાં આવે. કલમ 370 હટાવવાથી આતંકવાદી ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે. હવે સ્મશાન યાત્રામાં આતંકવાદીઓની ભીડ નથી ઉમટતી. અલગતાવાદમાંથી આતંકવાદનો જન્મ થયો છે.