ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેમણે અનેક પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા ઉપરાંત લોકાર્પણ પણ કર્યા હતા. ત્યારે 2024માં આવનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું. અમિત શાહે કહ્યું કે આગામી 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં સમગ્ર દેશ ફરીથી એક વખત નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે. ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામખ્યા સુધી પહોંચી ગયો છે.
ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની કરી ઉજવણી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ હતી. ગુજરાતમાં ભવ્ય વિજય બાદ ભાજપ આવનાર વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન પર્વની ઉજવણી તો કરી પરંતુ સાથે સાથે અનેક કાર્યોનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ પણ કર્યા હતા.
આપ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
અમિત શાહે નામ લીધા વગર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર પણ કર્યા હતા. શાહે કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોએ જાતિવાદના ઝેરને હટાવવાનું કામ કર્યું છે. રાજ્યની જનતાએ ખોટા વાયદા અને લાલચો આપનારા લોકોના ગાલ પર તમાચો મારવાનું કામ કર્યું છે.
2024માં નરેન્દ્ર મોદી જ પીએમ બનશે - અમિત શાહ
2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને પણ અમિત શાહે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ પરિણામો ગુજરાત પૂરતા સિમિત નહીં રહે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં સમગ્ર દેશ ફરીથી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે.ગુજરાતનો આ સંદેશ કાશ્મીરથી લઈ કન્યાકુમારી અને દ્વારકાથી લઈ કામખ્યા સુધી પહોંચી ગયો છે કે 2024માં નરેન્દ્ર મોદી જ વડાપ્રધાન બનશે.