વિધાનસભા ચૂંટણી: કમલમમાં અમિત શાહની સ્થાનિક નેતાઓ સાથે હાઈવોલ્ટેજ બેઠક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 12:58:23

વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ અને વિપક્ષ પાર્ટીઓના નેતાઓના આંટાફેરા વધ્યા છે. ભાજપના નેતાઓ પણ પોતાનો ગઢ સુરક્ષિત રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે ભાજપના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાતો વધી રહી છે. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અમિતશાહ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. અમિત શાહે આજે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની હાઈવોલ્ટેજ બેઠક યોજાઇ હતી. ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં કમલમમાં બંધ બારણે ચૂંટણી વ્યૂહ તેમજ ચૂંટણી પ્રચાર મુદ્દે ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દરેક બાબતો પર ચર્ચા કરવામાં આવશે તેના બાદ ગુજરાતના ભાજપના નિશ્ચિત મંત્રીઓને કેટલીક જવાબદારી સોપવામાં આવે તેવું અનુમાન છે.


કર્મચારી આદોલનથી ચિંતિંત ભાજપ હાઈકમાન


ગુજરાતમાં સરકાર વિરોધી માહોલ સર્જાયો છે. સરકારી કર્મચારીઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનો  દ્વારા સતત આંદોલનનો કરવામાં આવી રહ્યા છે. જેનો લાભ લેવા કોંગ્રેસ તેમજ આપના નેતાઓ તલપાપાડ છે. આપના કન્વિનર અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ ગુજરાતની મુલાકાતો વધારી છે. આ નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં જોરશોરથી ચૂંટણી અભિયાન  ચલાવી રહ્યા છે. આ તમામ બાબતોથી ભાજપ હાઈકમાન ખુબ ચિંતિત છે. આ બેઠકમાં કોંગ્રેસ અને આપના પ્રચાર સામે કયા મુદ્દા રાખવા તેમજ ભાજપના કાર્યકરો કયા મુદ્દાનો સમાવેશ કરી લોકો વચ્ચે જવું  જોઈએ તે બાબતો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. 



સરકાર સામેના રોષને ઠારવાના ઉપાયો પર ચર્ચા

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં ચાલી રહેલા સરકાર વિરોધી આંદોલનો ઠારવા અને પ્રજા જે બાબતો પર સરકારથી રોષે ભરાયેલ છે તે મુદ્દાઓની આ બેઠકમાં મંથન કરવામાં આવ્યું હતું. સવા કલાકથી વધુ સમય સુધી આી બેઠક ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.


બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો યોજવાની સુચના


આ બેઠકમાં અમિત શાહે સરકારની સિદ્ધિઓ વધુ આક્રમકતાથી લોકો સુધી પહોંચાડવા સૂચનો કર્યા હતા. બૂથસ્તરે પ્રચાર કાર્યક્રમો કરવા માટે આમિત શાહે કાર્યક્રરોને સૂચના આપી હતી. આ અંગે તેમણે કાર્યકરો પાસેથી સજેશન પણ લીધા હતા. અમિતશાહે કાર્યકરોને સરકાર અને સંગઠન વચ્ચે વધુ સંકલન કરવા અંગે ખાસ ટકોર કરી હતી અને શિસ્તબદ્ધ રહેવાનો આદેશ પણ આપ્યો હતો.



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.