મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદને લઈ અમિત શાહે કરી બંને રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-15 09:22:41

છેલ્લા ઘણા સમયથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સરહદને લઈ વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ દિવસને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે આ વિવાદને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે તેમજ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હાજર રહ્યા હતા. ત્યારે બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું હતું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ ન હોય, પરંતુ આ વિવાદને બંને રાજ્યાના નેતાઓએ રાજકીય મુદ્દો ન બનાવો જોઈએ.


સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાશે સુુનાવણી 

તાજેતરમાં સીમા વિવાદને લઈ બંને રાજ્યો વચ્ચે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સીમા પર વાહનોની અવરજવર પર વિવાદને કારણે અસર પડી રહી છે. વાહનો પર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. બેલગાવી પર પોતાની દાવેદારીને લઈ આ વિવાદ છેડાયો છે. 7 ડિસેમ્બરથી આ વિવાદ હિંસક રૂપ ધારણ કરી રહ્યું છે,રસ્તા પર  આવી લોકો વિરોધ કરી રહ્યા છે. વધતા વિવાદને કારણે અમિત શાહે બંને રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.


નાના મુદ્દાઓ પર ચર્ચા કરવા સમિતિની રચના કરાશે 

આ બેઠક પૂર્ણ થયા બાદ અમિત શાહે કહ્યું કે રાજકીય વિરોધ ગમે તેટલો કેમ હોય, પરંતુ બંને રાજ્યોના નેતાઓઆ આને રાજકીય મુદ્દો ન બનવો જોઈએ. ઉપરાંત આ વિવાદને શાંત કરવા સમિતિની રચના કરવામાં આવશે જેમાં બંને રાજ્યો તરફથી 3-3 મંત્રી સામેલ થશે. કુલ 6 મંત્રીઓ આ મુદ્દા પર ચર્ચા કરશે. તેમણે કહ્યું કે વિવાદ રસ્તા પર ઉકેલી શકાશે નહી. જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી કોઈ પણ રાજ્ય એકબીજા પર દાવો કરી શકશે નહી. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?