વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપે પ્રચાર કરવાનો શુભારંભ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પરંતુ દરેક જગ્યાએ વડાપ્રધાન પ્રચાર નહીં કરી શકે, તે માટે જન જન સુધી પહોંચવા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે.અલગ અલગ સ્થળો પર આ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના ઝાંઝરકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધીનો પ્રવાસ કરશે.
શાહે કોંગ્રેસ પર કર્યો પ્રહાર
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે લોકોનો વિશ્વાસ અને અમે પૂર્ણ કરેલા વિશ્વાસના ગૌરવની યાત્રા છે. ઘરે ઘરે જઈ ભાજપ દ્વારા કરવામાં કામો લોકો સુધી પહોંચાડવામાં આવશે. નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેમણ કહ્યું કે નરેન્દ્ર મોદી આવ્યા એ પહેલા 24 કલાક વીજળી નથી મળતી. નર્મદાનું પાણી નથી મળતું. કોંગ્રેસે વીજળી, પાણી અને ઉદ્યોગો નહોતા. પોતાના શાસન કાળ દરમિયાન કોંગ્રેસે ખાલી રમખાણો આપ્યા છે . ગુજરાતમાં 300 દિવસમાંથી 200 દિવસ કર્ફ્યું રહેતો હતો. પરંતુ મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતમાં કર્ફ્યુંનું નામોનિશાન નથી.
સૌરાષ્ટ્ર પર ભાજપની નજર
ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી ગુજરાતમાં શાંતિ, સુરક્ષા, વિકાસ અને સમૃદ્ધિનો નારો લાગ્યો છે. બીજી એક યાત્રા ઉનાઈથી અંબાજી સુધીની રહેશે અને ત્રીજી યાત્રા ઉનાઈથી ફાગવેલ સુધી નિકળવાની છે. આ ત્રણેય યાત્રાઓ 66 વિધાનસભા ક્ષેત્રમાં ફરશે અને ભાજપનો પ્રચાર કરશે. અનેક કેન્દ્રીય મંત્રીઓ આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર પર વધારે ફોક્સ ભાજપ રાખી રહ્યું છે.