મણિપુરમાં વધતી હિંસાને લઈ અમિત શાહે બોલાવી સર્વ પક્ષીય બેઠક, બેઠક પહેલા રાહુલ ગાંધીએ કહ્યું..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-24 12:38:36

મણિપુરમાં દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. અનેક મહિનાઓથી ચાલતી હિંસા શાંત થવાનું નામ નથી લઈ રહી. મણિપુરમાં હિંસા શાંત થાય તે માટે અનેક પ્રયાસો ચાલી રહ્યા છે. આર્મીને પણ ઉતારી દેવામાં આવી છે. તેમ છતાંય અનેક વખત ફાયરિંગની ઘટનાઓ બની રહી છે. મણિપુરમાં ફાટેલી હિંસાને કારણે અનેક લોકોના મોત થયા છે ઉપરાંત અનેક સુરક્ષાબળોના જવાનો પણ શહીદ થયા છે. સ્થિતિ પર કાબુ મેળવવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુર ગયા હતા. પરંતુ તે બાદ પણ સ્થિતિ સામાન્ય થઈ નથી. ત્યારે આજે અમિત શાહે આજે મણિપુરમાં ફાટી નીકળેલી હિંસા અંગે ચર્ચા કરવા સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી.   

મણિપુર મુદ્દે પીએમ મોદીએ નથી કરી વાત!

3 મેથી મણિપુરમાં હિંસા ફાટી નિકળી છે. હિંસા શરૂ થયે અનેક દિવસો વીતિ ગયા છે પરંતુ ત્યાંની પરિસ્થિતિ હજી શાંત નથી થઈ. ત્યાંનો માહોલ શાંત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ માહોલ ઉગ્ર બની રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ભાજપ પર પ્રહાર કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધીએ પણ વીડિયો સંદેશો આપી મણિપુરના લોકોને શાંત રહેવા અપીલ કરી હતી. પીએમ મોદીને અનેક વખત પત્ર લખીને મણિપુરમાં થતી હિંસાને લઈ કાર્યવાહી કરે તેવી અપીલ કરી છે. મહત્વનું છે કે પીએમ મોદી દ્વારા એક વખત પણ આ મુદ્દે વાત કરવામાં આવી નથી. મેરી કોમે પણ મણિપુરની હિંસાને એક વીડિયો સંદેશો પાઠવ્યો હતો અને કહ્યું હતું મેરા મણિપુર જલ રહા હેં.  


રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

આ બધા વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સર્વ પક્ષિય બેઠક બોલાવી છે. આ બેઠકમાં મણિપુરમાં ફાટી નીકળેલી હિંસાને લઈ ચર્ચા કરવામાં આવશે. બેઠક પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. ટ્વિટ કરી રાહુલ ગાંધીએ લખ્યું કે બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. આનાથી ખબર પડે કે પીએમ મોદી માટે આ બેઠક મહત્વપૂર્ણ નથી.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?