2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે પાટણ ખાતે સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત આજે સિદ્ધપુર ખાતે તેમણે જનસભામાં સંબોધન કર્યું હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમજ ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. તે ઉપરાંત કોંગ્રેસને પણ પોતાના સંબોધનમાં આડે હાથ લીધી હતી. રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર અમિત શાહે પ્રહાર કર્યા હતા. તે સિવાય લોકસભાની ચૂંટણીને લઈ પણ વાત કરી હતી.
હું વર્ષ 2014થી 2019 સુધી ભાજપનો અધ્યક્ષ હતો. ત્યારે આ રાહુલબાબા કાયમ પુછતાં કે मंदिर वहीं बनाएंगे, तिथि नहीं बताएंगे।
— BJP Gujarat (@BJP4Gujarat) June 10, 2023
રાહુલબાબા જો શ્રદ્ધા હોય તો ટિકિટ તૈયાર રાખજો. વર્ષ 2024માં ભવ્ય રામમંદિર બનીને તૈયાર થઈ જશે.
- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી pic.twitter.com/vOlM7I4XVB
રાણકી વાવને લઈ અમિત શાહે કહી આ વાત!
ગુજરાતના પ્રવાસે હાલ અમિત શાહ આવ્યા છે. સિદ્ધપુર ખાતે તેમણે જનસભાને સંબોધી હતી જેમાં તેમણે ભાજપ સરકારના ગુણગાન ગાયા હતા. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે રાણકી વાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પાટણની ઐતિહાસિક રાણકી વાવને ₹100ની નોટ પર જ છાપીને પાટણની વાવને દુનિયા અને દેશમાં પહોંચાડવાનું કામ મોદી સરકાર કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ 9 વર્ષના મોદીજીના શાસનના સમાપ્તિના અવસર પર સમગ્ર દેશ જનતાના ધન્યવાદ કરવા માટે આ લોક સંપર્કનો કાર્યક્રમ રાખ્યો છે. હું આજે સૌથી પહેલા છે ગુજરાતીઓનો હૃદય પૂર્વક ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી તરફથી કરું છું.
રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ પર કર્યો કટાક્ષ!
પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર તો પ્રહાર કર્યા પરંતુ રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસને લઈને પણ અમિત શાહે ટાણો માર્યો હતો.અમિત શાહે કહ્યું 'આ રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા ગયા છે અને વિદેશમાં જઈ ભારતની નિંદા કરવાનું કામ કરે છે. રાહુલ બાબા તમારા પૂર્વજો પાસેથી શિખજો કે દેશના રાજકારણની ચર્ચા દેશની ભૂમિ પર કરે. વિદેશમાં જઈ દેશના રાજકારણની ચર્ચા કરી નિંદા કરવાનું કામ કોઈપણ નેતાને શોભતું નથી'.
લોકસભા ચૂંટણીને લઈ શાહે આપ્યું નિવેદન!
અમિત શાહે લોકસભા ચૂંટણીને લઈને પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2014 અને 2019માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતે તમામ બેઠકો પર ભાજપને જીતાડી છે. આ 9 વર્ષની સિદ્ધિઓ, 9 વર્ષમાં દેશમાં આવેલા પરિવર્તન તે એ કોઈ ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર ભાઈની સિદ્ધિઓ નથી, 9 વર્ષની અંદર દેશમાં જે પરિવર્તન આવ્યું છે તે ગુજરાત અને દેશના 100 કરોડ લોકોની સિદ્ધિઓ છે.