અમિત શાહનો ચીનને પડકાર, 'સોયની અણી જેટલી જમીન હડપવાની પણ કોઈની તાકાત નથી'


  • Published By :
  • Published Date : 2023-04-10 19:35:57

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સોમવારે અરૂણાચલ પ્રદેશ મુદ્દે ચીન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું આજે આપણો દેશ શાંતિથી ઊંઘી શકે છે કારણ કે સરહદે ITBPના જવાન અને આપણી સેનાના સૈનિકો રાત-દિવસ પહેરો ભરી રહ્યા છે. કોઈની તાકાત નથી કે આપણી જમીન પર કુદ્રષ્ટી કરી શકે. અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિધુમાં એક જનસભાને સંબોધતા આ વાત કરી હતી.


અરૂણાચલ પ્રદેશ પ્રાચીન કાળથી ભારતનો ભાગ


ચીને અરૂણાચલ પ્રદેશના 11 શહેરોના નામ બદલ્યા તે અંગે અમિત શાહે કહ્યું કે "અરુણાચલ પ્રદેશનો ઉલ્લેખ આપણા સૌથી પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. ભારતમાં જે ભૂમિ પર સૂર્યનું પ્રથમ કિરણ પડે છે તેને ભગવાન પરશુરામ દ્વારા અરુણાચલ પ્રદેશ નામ આપવામાં આવ્યું હતું. ત્યારથી આ પૃથ્વી ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. તે ભારત માતાના મુગટમાં એક ભવ્ય રત્ન છે." અત્રે ઉલ્લેખનિય છે કે અમિત શાહ વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP) લોન્ચ કરવા માટે અરુણાચલ પ્રદેશ પહોંચ્યા હતા.


સોયની અણી જેટલી જમીન પણ નહીં મળે


સરહદી ગામ કિબિથૂમાં એક સભાને સંબોધતા શાહે કહ્યું: "ભારતની શરૂઆત કિબિથૂથી થાય છે. તે ભારતનું છેલ્લું ગામ નથી પરંતુ તેનું પહેલું ગામ છે." બેઇજિંગને નિશાન બનાવી અમિત શાહે કહ્યું કે "આર્મી અને ITBPના આપણા સૈનિકોની બહાદુરીને કારણે આપણી સરહદ પર કોઈ ખરાબ નજર કરી શકે નહીં તેમ નથી. હવે તે સમય ગયો જ્યારે કોઈ પણ દેશ ભારતની ભૂમિ પર આક્રમણ કરતો હતો. આજે કોઈ દેશ આપણી સોયની અણી જેટલી જમીન પર પણ કબજો કરી શકતો નથી."


શાહની મુલાકાત સામે ચીને વાંધો ઉઠાવ્યો 


અમિત શાહે અરૂણાચલ પ્રદેશના કિબિથૂની મુલાકાતને લઈ વાંધો ઉઠાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમણે બેઇજિંગની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કર્યું છે. "ભારતીય અધિકારીની ઝંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે, અને તે સરહદની શાંત પરિસ્થિતિ  અને સુલેહ-શાંતિ માટે અનુકૂળ નથી" 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?