શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણને લઈ અનેક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યા છે. અનેક રાજ્યોમાં ફિલ્મના પોસ્ટરને બાળી ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભગવા રંગનો ઉપયોગ કરવાને કારણે આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ ફિલ્મને લઈ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાએ નિવેદન આપ્યું છે જેમાં તેઓ પૂછી રહ્યા છે કોણ છે શાહરૂખ ખાન?
ફિલ્મ રિલીઝ થાય તે પહેલા થયો વિરોધ
પઠાણ ફિલ્મ રિલીઝ થાય એની પહેલા જ ફિલ્મને લઈ અનેક જગ્યાઓ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મને રિલીઝ નહીં કરવાની ચિમકી પણ અનેક સંગઠનો દ્વારા આપવામાં આવી છે. ફિલ્મના પોસ્ટરને પણ બાળી નાખવામાં આવ્યા હતા.
પઠાણ ફિલ્મનું જ્યાં સ્ક્રીંનિંગ થવાનું છે ત્યાં કરાઈ તોડફોડ
આ બધા વચ્ચે આસામના મુખ્યમંત્રી હેમંત બિસવાએ નિવેદન આપ્યું છે. ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આસામના સીએમએ પઠાણ ફિલ્મને ન જોવાની વાત કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે પૂછ્યું કે કોણ છે શાહરૂખ ખાન? હું એમના કે એમની ફિલ્મ વિશે કઈ જાણતો નથી. જો શાહરુખ ખાન મને ફોન કરશે તો આ મામલાને હું જોઈશ. 20 જાન્યુઆરીના રોજ બજરંગ દળના કાર્યકર્તાઓએ ગુવાહાટીના સિનેમાઘરમાં તોડફોડ કરી હતી. આ જ થિયેટરમાં જ પઠાણ ફિલ્મનું સ્ક્રીનિંગ થયું હતું.
રાતના બે વાગ્યે શાહરુખે કર્યો આસામના મુખ્યમંત્રીને ફોન
આ નિવેદન બાદ શાહરૂખ ખાને આસામના મુખ્યમંત્રીને શનિવારની રાત્રે 2 વાગ્યે ફોન કર્યો. શાહરુખ ખાન પઠાણ ફિલ્મના સ્ક્રીંનિંગ દરમિયાન બનેલી ઘટનાને લઈને ચિંતિત હતા. ફિલ્મના સ્ક્રીનિંગ વખતે વિરોધ થયો હતો. ત્યારે મુખ્યમંત્રીએ આશ્વાસન આપ્યું કે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા જાળવી રાખવી રાજ્ય સરકારનું કર્તવ્ય છે.