થોડા દિવસથી બે લોકસભા બેઠકની ચર્ચા થઈ રહી છે. એક છે સાબરકાંઠા લોકસભા બેઠક અને બીજી છે વડોદરા બેઠક. આ બંને બેઠકો પર જાહેર કરવામાં આવેલા ભાજપના ઉમેદવારોએ ચૂંટણી લડવાની ના પાડી દીધી. ભાજપ દ્વારા બંને ઉમેદવારોની બદલી કરવામાં આવી છે અને નવા ઉમેદવારો પણ જાહેર કરવામાં આવ્યા. સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરના સમર્થકોએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે જાણીએ સાબરકાંઠા લોકસભા બેઠકની વિશે વિસ્તારમાં.
સાબરકાંઠા લોકસભા બેઠકમાં આવે છે આ વિધાનસભા સીટો
સાબરકાંઠા લોકસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક 2009થી BJPનો ગઢ છે. 2009માં મહેદ્રસિંહ ચૌહાણ, આ પછી 2014થી દીપસિંહ રાઠોડ સાંસદ છે. વાત કરીએ સામાજિક સમીકરણોની તો, આ બેઠક પર આદિવાસી, દલિત, ઠાકોર મતો નિર્ણાયક બને છે . આ લોકસભામાં આવે છે ૭ વિધાનસભાઓ, હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, ભિલોડા, મોડાસા, બાયડ, પ્રાંતીજ. 2022ની વિધાનસભાની ચૂંટણીઓમાં ખેડબ્રહ્મા કોંગ્રેસના ખાતામાં, બાયડ પરથી ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવાર જીત્યા હતા . બાકીની બધી બેઠકો BJPના ખાતામાં ગઈ હતી .
બીજેપીએ આમને બનાવ્યા ઉમેદવાર તો કોંગ્રેસના આ છે ઉમેદવાર
ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોને લઈ વાત કરી BJPએ પહેલા ઉમેદવારી ભીખાજી ઠાકોરને આપી હતી પરંતુ પાર્ટીને ઉમેદવાર બદલવા પડ્યા. ભીખાજીની બદલીમાં શોભનાબેન બારૈયાને ટિકીટ અપાઈ છે. સામે કોંગ્રેસે હાલના ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને ટિકિટ આપી છે. તેઓ ગુજરાતના પ્રથમ આદિવાસી CM અમરસિંહ ચૌધરીના પુત્ર છે. ત્યારે જોવું રહ્યું કે સાબકાંઠાના મતદાતાઓ કોને સંસદમાં મોકલે છે?