સમાજમાં ફેલાયેલી નકારાત્મકતા વચ્ચે જાણીએ આશા કંડારાની પ્રેરણાત્મક અને સંઘર્ષમય કહાણી વિશે જે તમને ઉર્જાથી ભરી દેશે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-29 11:34:26

કહેવાય છે કે જો તમે મજબૂત મનોબળથી કોઈ પણ કાર્ય કરવાનું વિચારી લો છો અને તે તરફ પોતાના પગલા આગળ વધારો છો તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી રહેતી. મનમાં દ્રઢ વિશ્વાસ હોય તો કોઈ પણ અસંભવ લાગતું કામ સંભવ બની જાય છે. સમાજમાં ફેલાયેલા નકારાત્મકતાઓની વચ્ચે આજે વાત કરવી છે રાજસ્થાનમાં રહેતી આશા કંડારા નામની એક મહિલાની. એ મહિલા, જેને 8 વર્ષ પહેલા પતિ છોડી દે છે, બે દીકરાનું પાલન પોષણ કરવાની જવાબદારી માથે આવે છે, મા-બાપ બંનેની જવાબદારી આશા કંડારા પર આવી. માથે પરિવારની જવાબદારી હોવા છતાંય 32 વર્ષની ઉંમરે ફરી ભણવાનું શરૂ કરે છે, તનતોડ મહેનત કરે છે.

Motivational Stories - बायोग्राफी एवम् हिंदी कहानियां

આશા કંડારાએ નકારાત્મક્તાને પોતાના પર હાવી ન થવા દીધી

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના સપનાને સાકાર કરવા પોતાના કદમ આગળ વધારે છે અને એમાં ખાસ કરીને મહિલા ત્યારે તેના રસ્તામાં અનેક વિરોધનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આશા કંડારાએ પાડોશીઓ અને પરિવારની નકારાત્મક વાતોને નકારી, સફાઈ કામદાર તરીકે શેરી સાફ કરવાનું કામ શરૂ કર્યું. અને 40 વર્ષે નાયબ કલેક્ટર બનીને સમાજના એ તમામ લોકોને જોરદાર તમાચો મારે છે જે કહેતા હતા કે આ તે કોઈ ભણવાની ઉંમર છે. મા બાપ જ બુદ્ધિ વગરના છે જે વિધવા છોકરીને ઘરમાં બેસાડવાની જગ્યાએ છૂટ આપીને ભણાવડાવે છે. 

2 साल तक सड़कों पर झाडू लगाया, शादी के बाद पति ने छोड़ा, 2 बच्चों की  जिम्मेदारी उठाई, कुछ ऐसे एक सफाईकर्मी बनी डिप्टी कलेक्टर | Success Story:  Sweeper Asha ...

પરિવાર તરફેણમાં હતો પરંતુ સમાજ વિરૂદ્ધમાં હતો 

આશા કંડારા રાજસ્થાનના જોધપુરના રહેવાસી છે. તેમના પપ્પા રાજેન્દ્ર કંડારા ફર્ટિલાઈઝ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ ઓફિસર છે અને મમ્મી ઘર સંભાળતા હતા. આશાને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારના નિર્ણયો અને દબાણના કારણે 12 સુધી જ ભણી શક્યા અને પછી તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. લગ્ન જીવન સુંદર ચાલી રહ્યું હતું, તેમને બે બાળકો થયા. પણ જેવા તે 32 વર્ષના થયા તો તેમના છૂટાછેડા થઈ ગયા. જ્યારે તેમના છૂટાછેડા થયા ત્યારે તેમના પર બે સંતાનોની જવાબદારી હતી, જ્યારે આશા ઘરે આવ્યા ત્યારે પરિવાર તો આશાની તરફેણમાં હતો પણ સમાજના લોકોએ છૂટાછેડા લેવા પર અનેક ટોણા માર્યા. 


2013માં આશાએ ફરી ભણવાની શરૂઆત કરી

2013માં આશાએ ફરી ભણવાનું શરૂ કર્યું અને 2016માં સ્નાતક પૂરું કર્યું. સ્નાતક પછી આશા મુંજાઈ ગયા હતા કે હવે તે શું કરે કારણ કે ઘણી બધી તક હતી તેમાંથી તેમને શું કરવું તે નક્કી નહોતા કરી શક્તા. ઉપરથી ભણવા બાબતે તેમને કોઈનું સમર્થન પણ મળી ન રહ્યું હતું. છતાંય આવી પરિસ્થિતિમાં આશાએ પોતાની જાતને નકારાત્મકતાથી દૂર રાખી.લોકો તેમને કેવા કેવા કેવા ટોણા મારતા હતા. તેમને કહેવામાં આવતું હતું કે તું શું કલેક્ટર બનવાની છે... તમારા ખાનદાનમાં કોઈ કલેક્ટર બન્યું છે તો તમે ધંધા કરી રહ્યા છો... 

સફાઈ કામદાર તરીકે આશા કંડારાએ શરૂ કરી નોકરી  

આ ટોણાથી આશાબેન નિરાશ ન થયા. આશા બેન રાજસ્થાન જાહેર સેવા આયોગ માટે પરીક્ષા આપવા તૈયારી કરે છે. આ પહેલા તેમને ગમે ત્યાં નોકરી કરવી જરૂરી હતી. તો 2019માં નગર નિગમમાં સફાઈ કામદાર તરીકે તેમની નોકરી લાગી અને તેમણે કામ શરૂ કરી દીધું. બાળકોને પણ સંભાળતા હતા, તૈયારી પણ કરતા હતા અને સફાઈ પણ કરતા હતા. અંતે આટલા સંઘર્ષ બાદ તે સફળ થાય છે અને નાયબ કલેક્ટર બની જાય છે. 


આશાબેન એ લોકો માટે પ્રેરણા છે જે જલ્દીથી નિરાશ થઈ જાય છે  

આ દર્શાવે છે કે જો તમે મન મક્કમ બનાવીને નક્કી કરી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છો તો સફળતા તમારા કદમોમાં આવી જશે. આશા બેન સફાઈ કરતા કરતા, બાળકો સંભાળતા સંભાળતા, ઘરનું કામ કરતા કરતા સરકારી અધિકારી બની શકે છે તો આપણે પણ થઈ શકીએ છીએ. જીવનમાં જે પણ બનો, જે પણ સિદ્ધિ હાંસલ કરો, જે પણ જગ્યાએ જોબ કરો જો તમે તેમાં નિષ્ઠાથી કામ કરી રહ્યા છો અને તમે દિલથી ખુશ છો તો તમે સફળ જ કહેવાઓ.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?