રશિયા યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને વર્ષ થવા આવશે. પરંતુ આ બંને દેશો વચ્ચે ચાલતું યુદ્ધ પૂર્ણ નથી થયું. આ બધા વચ્ચે રશિયા પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાથી નુકસાન પહોંચ્યું છે. સમાચાર એજન્સી રાયટરના અનુસાર યુક્રેન દ્વારા થયેલા હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટના રશિયાના બ્રયાંસ્કમાં બની છે.
હુમલાને કારણે નથી થઈ કોઈ જાનહાની
સમગ્ર વિશ્વની નજર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ પર છે. બંને દેશો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેને રશિયા પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં બ્રયાંસ્કમાં આવેલા વીજ કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ હુમલાને કારણે આ એરિયાની વીજળી ઉડી ગઈ હતી. આ અંગેની માહિતી આપતા કહેવામાં આવ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ક્ષેત્રીય ગવર્નરે માહિતી આપતા કહ્યું કે આપાતકાલીન સેવાઓ ઉપલબ્ધ છે. આ હુમલાને કારણે વીજળી કનેક્શનને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાને કારણે જાનમાલને કોઈ નુકસાન નથી પહોંચ્યું.