ફ્લાઈંગ કિસની ચર્ચા વચ્ચે મહિલા IASની ટ્વિટ મણિપુરના વીડિયોની યાદ અપાવશે! IASએ પૂછ્યો સવાલ જેનો જવાબ કદાચ આપણામાંથી કોઈની પાસે નહીં હોય....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-10 12:53:46

સંસદમાં મણિપુરની હિંસાને લઈ જબરદસ્ત હોબાળો  થાય છે, કાર્યવાહી સ્થગિત કરવામાં આવે છે. જેને લઈ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડ્યો અને હાલ અવિશ્વાસ પ્રસ્તાવ પર છેલ્લા બે દિવસથી ચર્ચા ચાલી રહી છે. એ ચર્ચા ખુબ રસપ્રદ છે. ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરી હતી અને કેન્દ્ર સરકાર પર અનેક પ્રકારના ગંભીર પ્રહાર કર્યા હતા. તેના જવાબમાં સ્મૃતિ ઈરાની પણ એટલા જ આક્રામક દેખાયા હતા. પોતાની સરકાર દ્વારા કરવામાં આવેલા કામોને ગણાવ્યા હતા. એક તરફ મણિપુર જેવી ગંભીર ઘટનાઓ પર ચર્ચા કરાઈ હતી તો બીજી તરફ એક એવો મુદ્દો ઉઠ્યો જેની ચર્ચા દરેક જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ.   

મહિલા સાંસદોએ લેખિતમાં કરી ફરિયાદ  

ગઈકાલથી ફ્લાઈંગ કિસને લઈ ચર્ચાઓ થઈ રહી છે. સ્મૃતિ ઈરાનીએ સંસદમાં પણ એ મુદ્દો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ કરવાની વાત કરી કહી હતી. તે બાદ મહિલા સાંસદો પ્રત્યે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો છે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી વિરૂદ્ધ પગલા લેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તે માટે એક લેખિત અરજી પણ કરી હતી. 


IAS અધિકારીની ટ્વિટ જે તમને આ ઘટનાની યાદ અપાવશે. 

મણિપુરથી થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી તેમની પરેડ કાઢવામાં આવી હતી. સામુહિક બળાત્કાર પણ કરવામાં આવ્યું હતું તેવા પણ સમાચારો સામે આવ્યા હતા. ત્યારે આ વાતને ધીમે ધીમે લોકો ભૂલી હોય તેવું લાગી રહ્યું છે. એ મહિલાઓના માનસ પર કેવી અસર પડી હશે તેનો વિચાર કરીએ તો પણ આપણા રૂંવાડા ઉભા થઈ જાય. ત્યારે  IAS અધિકારી શૈલબલા માર્ટિને એક ટ્વિટ કર્યું છે. એ ટ્વિટમાં કેપ્શન લખ્યું છે જરા વિચાર કરો जरा सोचिये मणिपुर की महिलाओं को केसा महसूस हुआ होगा? આ કેપ્શન આપી તેમણે એ અરજીનો ફોટો શેર કર્યો છે જેમાં મહિલા સાંસદોના હસ્તાક્ષર હતા. 


સ્ત્રીનું માન તો દરેક જગ્યાએ જળવાવું જોઈએ! 

આપણા ધર્મમાં કહેવાય છે 'યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ' એટલે કે જ્યાં મહિલાઓનું પૂજન થતું હોય કે તેમનું સન્માન જળવાતું હોય તે સ્થાન પર દેવતાઓ વાસ કરે છે. સ્ત્રીને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. ફ્લાઈંગ કિસ વાળા મુદ્દા પર જો મહિલા સાંસદોને વાંધો હોય તો તેમને મણિપુરવાળા કિસ્સામાં પણ વાંધો ઉઠાવવો જોઈએ... મહિલા સાંસદ હોય કે પછી સામાન્ય હોય મહિલા મહિલા છે, તેનું માન સન્માન જળવાવું જ જોઈએ.     



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?