વક્ફ સુધારા બિલ આજે લોકસભામાં ૧૨ વાગ્યે રજૂ થઇ ચૂક્યું છે. લોકસભામાં આના કારણે ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે ઘમાસાણના એંધાણ છે. વક્ફ બિલ પર ચર્ચા થઇ ગયા બાદ તેને વોટિંગમાં મુકવામાં આવશે . સંભાવના પુરે પુરી છે કે એનડીએ આ બિલને લોકસભામાં પાસ કરાવી લેશે.
વક્ફ સુધારા ખરડો સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરી દેવાયો છે. વક્ફ સુધારા ખરડાને આ પેહલા જોઈન્ટ પાર્લિયામેંટ્રી કમિટીમાં મોકલી દેવાયો હતો . આ કમિટીમાં સત્તાધારી પક્ષના અને વિરોધ પક્ષના સાંસદો હોય છે. આ જેપીસીમાં વિપક્ષી સાંસદોના ૪૪ સૂચનોને ખારીજ કરી દેવાયા છે જયારે એનડીએના સાંસદોના ૧૪ સુધારાને માન્ય રખાયા છે. હવે આ પછી જેપીસીમાંથી પાછું આવ્યા બાદ આ ખરડાને લોકસભામાં રજૂ કરવા બિઝનેસ અડવાઇસરી કમિટીએ મંજૂરી આપી દીધી છે. આ વક્ફ બિલ અંગે ચર્ચા કરવા માટે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા ૮ કલાક ચર્ચાનો સમય નક્કી કરાયો છે. આ ચર્ચામાં એનડીએના સાંસદોને ૪ કલાક ૪૦ મિનિટનો સમય મળ્યો છે. આ પછીના સમયમાં વિપક્ષના સાંસદો પોતાના વિચાર રજૂ કરશે. ગઈકાલે એટલેકે , મંગળવારે સંસદની બિઝનેસ અડવાઇસરી કમિટીની બેઠકમાંથી વિપક્ષે વોક આઉટ કર્યું હતું.
વાત કરીએ કેન્દ્રમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પક્ષના સાથીદાર એવા તેલુગુ દેશંમ પાર્ટી અને જનતા દળ યુનાઇટેડની . તો આ બેઉ પાર્ટીઓ માટે પોતપોતાના રાજ્ય અનુક્રમે આંધ્ર પ્રદેશ અને બિહારમાં મુસ્લિમ મતો મહત્વના છે. વાત કરીએ બિહારની તો બિહારમાં આ વર્ષના અંતે ૨૦૨૫ના નવેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ છે . આ માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે પસમંદા મુસ્લિમોનો સાથ જરૂરી છે તો જ બિહારમાં એનડીએની વાપસી શક્ય બનશે . આપને જણાવી દયિકે આ પસમંદા મુસ્લિમ એટલે , દલિત અને પછાત સમુદાયના મુસ્લિમ . પીએમ મોદી અવારનવાર તેમના વિકાસ અને કલ્યાણની વાત કરતા રહે છે. આંધ્રપ્રદેશની વાત કરીએ તો , ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી TDP એટલેકે , તેલુગુ દેશંમ પાર્ટીએ વક્ફ બિલમાં જે ત્રણ સુધારા સૂચવ્યા હતા તે ત્રણેય સુધારા સ્વીકારી લેવાયા છે. માટે હવે એનડીએના સાથી પક્ષોમાં ટીડીપી અને જદયુ આ બિલની ફેવરમાં વોટિંગ કરશે. હવે એનડીએના લોકસભામાં ૨૯૩ સાંસદો છે . ૨૭૨ના મેજીક ફિગરની જરૂર છે. વક્ફ સુધારા ખરડો એ , વક્ફ એક્ટ , ૧૯૯૫માં સુધારા કરવા માટે સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે. આ ખરડાને લાવવા પાછળ સરકારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે , તેનાથી વક્ફને લગતી સંપત્તિઓનું પારદર્શિતાપૂર્વક સંચાલન કરવા માટે. આ નવા ખરડામાં વક્ફ બોર્ડમાં મહિલાઓને સ્થાન મળશે જયારે કેગ દ્વારા તેની તપાસ પણ થઈ શકે છે.
તો આ મામલે જે પણ અપડેટ હશે અમે તમને આપીશું .