આરબીઆઈએ ફરી એક વખત રેપો રેટમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23 માટે ભારતીય રિઝર્વ બેંકની છેલ્લી ક્રેકિટ પોલીસીના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રેપો રેટના દરમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફૂગાવાના આંકડાની અસર થઈ રહી છે.
છઠ્ઠી વખત વધ્યા રેપો રેટ
રેપો રેટમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠી વખત આરબીઆઈ દ્વારા રેપોરેટમાં વધારો કરાયો છે. આ વખતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જેને કારણે રેપો રેટ 6.25 ટકા વધીને 6.50 ટકા થઈ ગઈ છે. આ નિર્ણયને કારણે હોમ લોનની ઈએમઆઈમાં વધારો થશે. ભારતીય રિઝર્વ બેંકે મે મહિનામાં 0.40 ટકા, જૂનમાં 0.50 ટકા, ઓગસ્ટમાં પણ 0.50 ટકા અને સપ્ટેમ્બરમાં પણ 0.50 ટકાની વૃદ્ધિ કરવામાં આવી છે. ડિસેમ્બરમાં 0.35 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આજે એટલે કે ફ્રેબ્રુઆરી મહિનામાં 0.25 ટકાનો વધારો કરાયો છે. જેને કારણે રેપો રેટ 6.25 ટકાથી વધારીને 6.50 ટકા કરવામાં આવી છે. આ નિર્ણય અંગે શક્તિકાંત દાસે જાણકારી આપી હતી.