અસિત મોદી પર જાતિ સતામણી પર લગાવેલા આરોપ વચ્ચે એક્ટ્રેસ જેનિફરે શેર કર્યો વીડિયો, કહ્યું 'મારા મૌનને મારી નબળાઈ ન સમજતા....'


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-12 17:05:40

છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફરી એક વખત ચર્ચામાં આવી છે. રોશન સિંહ સોઢીની પત્નીની ભૂમિકા નિભાવનાર રોશનભાભી એટલે કે જેનિફર મિસ્ત્રીએ સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અસિત મોદીએ પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આ મામલે એક્ટ્રેક્સે એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જેનિફરે કહ્યું કે 'મારા મૌનને મારી નબળાઈ ન સમજતા, ભગવાન સાક્ષી છે એક દિવસ સત્ય બહાર આવશે.'


જાતિય સતામણીને લઈ રોશન ભાભીએ શેર કર્યો વીડિયો!   

થોડા સમય પહેલા તારક મહેતાનો રોલ નિભાવનાર શેલૈષ લોઢાએ અસિત કુમાર મોદી પર ફી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્ચારે અસિત કુમાર મોદી એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર પર રોશન ભાભીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ગઈકાલે આ વાત સામે આવી હતી. જે બાદ એક્ટ્રેસને દર્શકોનો સપોર્ટ પણ મળી રહ્યો છે. આરોપોને અસિત કુમાર મોદીએ પાયાવિહોણા ગણાવ્યા હતા. ત્યારે આ મામલે જેનિફરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે એકદમ નારાજ દેખાઈ રહી છે. 


વીડિયોમાં જેનિફરે કરી વિસ્તારથી વાત!  

વીડિયોમાં જેનિફરે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી મારી સાથે આવું થઈ રહ્યું છે, પરંતુ અસિત, તેની પુત્રી અને પરિવારને કારણે અત્યાર સુધી હું ચૂપ હતી. 2019માં મેં મારા કો-સ્ટાર્સને જાતીય સતામણી વિશે જણાવ્યું હતું , એ સમયે મને ટેકો આપ્યો હતો, પરંતુ આજે મારા પતિ અને મારાં સાસરિયાં સિવાય કોઈ મારા સમર્થનમાં નથી. જ્યારે શૂટિંગ માટે 2019માં સિંગાપૂર ગયા હતા ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. ઘણી વખત તે હોટલના રૂમમાં આવવાનું પણ કહેતા, પછી જ્યારે હું ના પાડતી ત્યારે કહેતા હતા કે તે મજાક કરી રહ્યા છે. 


અસિત મોદીએ મૂક્યો પોતાનો પક્ષ!

તો બીજી તરફ અસિત મોદીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે શૂટિંગ દરમિયાન તેનાં ખરાબ વર્તન અને શિસ્તભંગના કારણે તેનો કરાર સમાપ્ત કરવો પડ્યો  તે હવે પાયાવિહોણા આરોપ લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?