ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. દરેક પાર્ટી પોતાના ઉમેદવારોને લઈ ગંભીર બની છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ નામ માટે મનોમંથન કરી રહી છે. ભાજપે ઉમેદવારોના નામ સિલેક્ટ કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે ભાજપના વરાછાના ધારાસભ્યે ટિકિટની વહેચણી મુદ્દે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે ઉદ્યોપતિઓની બદલીમાં કાર્યકરોને ટિકિટ આપવાની માગ કરી છે.
ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું - કાનાણી
ચૂંટણી પહેલા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપના નિરીક્ષકો 3 દિવસમાં ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા લઈ તેમને સાંભળી રહ્યા છે. ત્યારે સુરતમાં વિધાનસભાની પહેલા કુમાર કાનાણીએ નિવેદન આપ્યું છે જેમાં તેમણે ભાજપના ઉમેદવારોને ટિકિટ આપવાની વાત કરી છે. ઉદ્યોગપતિને ટિકિટ આપવા પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઉદ્યોગપતિએ ભાજપ માટે કંઈ કામ નથી કર્યું. તો કોઈ ઉદ્યોગપતિને શા માટે ટિકિટ આપવી જોઈએ. ભાજપ સાથે લેવા-દેવા ન હોય તેમને ટિકિટ ન અપાય. કુમાર કાનાણીએ નિવેદન એ સમયે આપ્યું છે જ્યારે વરાછા બેઠક પર ઉદ્યોગપતિ માટે ટિકિટની માગ કરવામાં આવી છે. ઉદ્યોગપતિ અને આરએસએસ સાથે જોડાયેલા દિનેશ નવડિય માટે ટિકિટ માગવામા આવી છે.