અમેરિકાના લુઈસિયાના સ્ટેટના ન્યુ ઓર્લેઅંસ શહેરમાં 71મા મિસ યુનિવર્સ પેજેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ચર્ચા હતી કે મિસ યુનિવર્સ કોણ બનશે. આખરે મિસ યુનિવર્સ 2022નો ખિતાબ યુએસએના આરબોની ગેબ્રિયલે જીત્યો છે. મિસ યુનિવર્સને તાજ પહેરાવા ભારતની હરનાજ સંધૂ સ્ટેજ પર પહોંચ્યા હતા.
84 કન્ટેસ્ટન્ટે લીધો હતો ભાગ
છેલ્લા અનેક દિવસોથી 71મા મિસ યુનિવર્સ પેજેંટની ચર્ચાઓ ચાલતી હતી. આ સ્પર્ધામાં 84 કન્ટેસ્ટેંટ્સ હતા અને તેમને હરાવીને આરબોની ગેબ્રિયલે આ ખિતાબ પોતાને નામ કર્યો છે. યુએસએની આરબોની ગેબ્રિયલ મિસ યુનિવર્સ બન્યા છે.
ભારતની હરનાજ સંધુએ મિસ યુનિવર્સને સોંપ્યો તાજ
ક્રાઉનને સોંપવા પૂર્વ મિસ યુનિવર્સ હરનાજ સંધુ પહોંચ્યા હતા. સ્ટેજ પર જઈ હરનાજ ભાવુક થઈ ગયા હતા. હરનાજ પંજાબી ડ્રેસમાં દેખાયા હતા. ટોપ ત્રણ કન્ટેસ્ટેંટ્સની વાત કરીએ તો વેનેજુએલાની અમાંડા ડુડામેલ ન્યુમેન, યુએસથી આરબોની ગેબ્રિયલ અને ડોમિનિકન રિપબ્લિકની અંડ્રીના માર્ટિનેજનો સમાવેશ થાય છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવા દિવિતા રાય ગયા હતા. તેમણે ટોપ સોળમાં જગ્યા બનાવી પરંતુ તેઓ ટોપ ફાઈમાં સ્થાન મેળવી ન શક્યા.