અમેરિકાએ બિટકોઈન ETFને આપી મંજુરી, ભારતનો પ્લાન શું છે, RBI ગવર્નરે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2024-01-12 14:42:45

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે વિશ્વ અને ઈમર્જિંગ માર્કેટ્સ માટેના જોખમોને ટાંકીને, ક્રિપ્ટો અંગે કહ્યું કે અમે અન્યનું અનુકરણ કરીશું નહીં. દાસે સ્પષ્ટ કર્યું કે ક્રિપ્ટો કરન્સી સામે RBI અને તેમનો પોતાનો વિરોધ બદલાશે નહીં. તેમણે કહ્યું, 'મને નથી લાગતું કે દુનિયા કે ઈમર્જિંગ માર્કેટ્સ ટ્યૂલિપ મેનિયા જેવા ક્રિપ્ટોમેનિયાના જોખમને સહન કરી શકે છે.' ગુરુવારે  યોજાયેલા ફાયનાન્સિયલ સેક્ટરના સેમિનારને સંબોધતા દાસે કહ્યું કે ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે ક્રિપ્ટોના માર્ગ પર જવાથી ઘણા જોખમો પેદા થશે અને તેને પહોંચી વળવું ખૂબ જ મુશ્કેલ બનશે.


RBI ગવર્નરે શું કહ્યું?


ક્રિપ્ટોકરન્સી અંગે અમેરિકાના પગલા અંગે તેમને પૂછવામાં આવતા દાસે કહ્યું ' સવાલ એ છે કે તમે તે માર્ગે શા માટે જવા માંગો છો? તમને શું ફાયદો થશે?' તેમણે કહ્યું કે હું આ અંગે કોઈ ટિપ્પણી નથી કરવા માંગતો કે અન્ય દેશએ શું કર્યું છે. તે માત્ર એટલું જ જાણે છે તેમના દેશ માટે શું સારૂં છે, જો કે હું એટલું તો ચોક્કસ કહીંશ કે તેમણે ખુદ તેના જોખમો શોધી કાઢ્યા છે, અને લોકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. ઉલ્લેખનિય છે અમેરિકાની રેગ્યુલેટર દ્વારા બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજુરી મળી ગઈ છે અને તેના માટે નિયમોમાં જરૂરી ફેરફારો પણ કર્યા છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?