AMCમાં ઉત્તરાયણ બાદ નેતા વિપક્ષ બદલાશે, શહેઝાદખાન પઠાણ સામે કોંગ્રેસમાં જ વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-12 12:28:17

કોંગ્રેસ પાર્ટીનાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માત્ર 24 કોર્પોરેટરો છે. જો કે હવે કોંગ્રેસ પાર્ટીમાં નેતા વિપક્ષનું પદ મેળવવા જબરદસ્ત ખેંચતાણ શરૂ થતાં કોંગ્રેસ પ્રમુખે બુધવારે મળેલા કાઉન્સિલરોને નેતા વિપક્ષ બદલવાની બાંહેધરી આપી છે. 10 જાન્યુઆરી 2022ના રોજ એક વર્ષ માટે શહેઝાદખાન પઠાણની નિયુક્તિ કરાઈ હતી. ત્યાર બાદથી તેમને હટાવવા માટે આંતરિક ખટપટો શરૂ થઈ હતી.


7 કોર્પોટેટરોએ જગદીશ ઠાકોરને કરી રજુઆત


કોંગ્રેસના સાત કોર્પોરેટરોએ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને મળી નેતા વિપક્ષ મુદ્દે નિર્ણય લેવા રજૂઆત કરી હતી. અગાઉ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે નેતા વિપક્ષની ટર્મ એક વર્ષની રાખવી અને દર વર્ષે અલગ-અલગ નેતા વિપક્ષની પસંદગી કરવી. હાલના નેતા વિપક્ષ શહેઝાદખાન પઠાણની એક વર્ષની ટર્મ 10 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ચૂકી છે. એમને બદલી અન્ય કોઈની પસંદગી કરવામાં આવે એવી માંગ કરાઈ રહી હતી. 


કોણ છે રેસમાં?


કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષને રજુઆત કરવા પહોંચનાર કોર્પોરેટરોએ જણાવ્યું કે એક વર્ષ પહેલાં એક વર્ષની ટર્મ શહેર કોંગ્રેસના 24 કોર્પોરેટર અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં નક્કી કરાઈ હતી. જેને વર્ષ થતા હવે બદલાવ કરવામાં આવે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું કે આગામી સમયે ઓબ્ઝર્વેરની નિમણૂક કરી કોને નેતા વિપક્ષ બનાવવા એ અંગેના સૂચનો અને નામોનું લિસ્ટ તૈયાર કરીશું. જો નામોની વાત કરવામાં આવે તો પૂર્વ નેતાવિપક્ષ રહેલ કમળાબેન ચાવડા, ઇકબાલ શેખ, હાજી અસરાર બેગ, નિરવ બક્ષી અને રાજશ્રી કેસરીના નામો માંથી કોઈની પસંદગી થઈ શકે છે.


ઉત્તરાયણ બાદ થશે પસંદગી


અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ઉત્તરાયણ બાદ બદલાશે. નવ કાઉન્સિલરોએ કરેલી રજુઆત બાદ પ્રદેશ સ્તરેથી નિર્ણય લેવાશે. પ્રમુખ બાદ પ્રભારી સાથે નવ કાઉન્સિલરો બેઠક કરવાની તૈયારીમાં છે. પ્રદેશ પ્રમુખે બુધવારે મળેલા કાઉન્સિલરોને વિપક્ષ નેતા બદલવા બાંહેધરી આપી છે. 10 જાન્યુઆરી 2022ના રોજ એક વર્ષ માટે શહેઝાદખાન પઠાણની નિયુક્તિ કરાઈ હતી.


AMCમાં નેતા વિપક્ષ માટે કોંગ્રેસમાં તકરાર


અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતાને લઇને મોટો હોબાળો થઇ ચૂક્યો છે. જેમાં આ પૂર્વે પણ વિપક્ષના નેતાને લઇને કોંગ્રેસના કાઉન્સલીરો બે જુથમાં વહેચાયા હતા. તેમજ જેમાં પૂર્વ નેતા દિનેશ શર્માના નામને લઇને પણ હોબાળો મચ્યો હતો. જેના પગલે કોંગ્રેસે ના છૂટકે વિપક્ષના નેતા તરીકે શેહઝાદખાન પઠાણની એક વર્ષ માટે નિમણૂક કરી હતી. જો કે એક વર્ષનો સમયગાળો પૂર્ણ થતા ફરી એક વાર વિપક્ષ નેતાના નામનો વિવાદ સામે આવ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં ફરી એક વાર મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષના ઉકળતો ચરુ જોવા મળશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?