રખડતા પશુઓના કારણે મોતને ભેટેલા ભાવિન પટેલના પરિવારને AMC ₹2 લાખ આપશે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 13:02:30

ગાયની અડફેટે ચઢેલા યુવકનું મોત થઈ ગયાનો મામલો
AMC દ્વારા મૃતકના પરિવારને ₹2 લાખનું વળતર ચૂકવાશે
હાઈકોર્ટે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું, સોમવારે સુનાવણી છે

રખડતા ઢોરના કારણે મોતને ભેટેલા ભાવિન પટેલના પરિવારને 2 લાખ રૂપયાનું વળતર ચૂકવવામાં આવશે. 1 ઓક્ટોબરે બનેલી ઘટનામાં યુવકનું ગાયની અડફેટે ચઢ્યા બાદ મોત થઈ ગયું હતું. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને જવાબ આપવા માટે તૈયાર રહેવા માટે જણાવ્યું હતું. રખડતા ઢોર પર કાબૂ મેળવવા માટે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો.


મૃતક ભાવિન પટેલની ફાઈલ તસવીર 


ગુજરાત હાઈકોર્ટ દ્વારા સરકારે રસ્તે રખડતા ઢોરના કારણે નરોડામાં ભાવિન પટેલ નામના શખ્સનું મોત થયું હતું જે મામલે જવાબ આપવા માટે તૈયાર રહેવા માટે કહ્યું હતું. AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભાવિનના પરિવારને રૂપિયા 2 લાખનું વળતર ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે. 1 ઓક્ટોબરે ભાવિન પટેલ બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે ગાય વચ્ચે આવી જતા તેમનું મોત થઈ ગયું હતું. રખડતા ઢોરના કારણે થયેલા મોત અંગે ભાવિનના પરિવારે યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી.

English is the language in High Court: Gujarat HC - The Hindu

AMC દ્વારા આમ પશુઓના કારણે અડફેટે ચડીને મોતને ભેટેલા વ્યક્તિને વળતર આપવાની આ પહેલી ઘટના હશે. આ સિવાય વહીવટી તંત્ર દ્વારા કોર્ટના આદેશ બાદ મૃતકના પરિવારને આર્થિક વળતર ચૂકવ્યું છે. જોકે, 24 ઓગસ્ટે હાઈકોર્ટ જણાવ્યું હતું કે અમદાવાદના વહીવટી તંત્રને રખડતા ઢોરથી મુક્તિ અપાવવા માટે કહ્યું હતું જેથી રાહદારીઓ સાથે અકસ્માતની ઘટનાઓ બને નહીં.

Now register property tax plaints on AMC helpline

ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી (GSLSA) દ્વારા રસ્તા પર રખડતા ઢોરના મુદ્દાને ટાંકવામાં આવ્યો હતો. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાને કાબૂમાં લેવા માટે ભરવામાં આવેલા પગલા અંગે હાઈકોર્ટને જાણ કરતી વખતે AMCના ડેપ્યુટી કમિશનર વિશાલ ખાનમાએ ભાવિન પટેલના પરિવારને વળતરની ચૂકવણી કરાઈ હોવાનું જણાવ્યું છે. આ અંગે શનિવારે જણાવવામાં આવ્યું કે આ સંદર્ભમાં કોર્પોરેશનના સંબંધિત વિભાગ દ્વારા આ મામલે કામગીરી આરંભવામાં આવશે.


AMC દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે લમ્પી સ્કીન ડિસીઝ (LSD) હવે શહેરમાં તથા રાજ્યમાં નિયંત્રણમાં છે અને તેથી પ્રાણીઓના પરિવહન પર પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. જેથી AMC દ્વારા પકડાયેલા ઢોરોને અલગ-અલગ પાંજરાપોળમાં શિફ્ટ કરી શકાશે અને AMCના ઢોરોને રાખવાની જવાબદારીનો ભાર હળવો થશે. અગાઉ AMC અને રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રખડતા ઢોર પકડવાની પ્રવૃત્તિ પર અસર થઈ હતી. સોગંદનામામાં એ પણ જણાવવામાં આવ્યું હતું કે AMC દ્વારા રખડતા પશુઓને રાખવા માટેના અધ્યતન જગ્યાઓનું બાંધકામ એડવાન્સ સ્ટેજમાં છે.


જાહેર માર્ગો પર રખડતા ઢોર અંગે હાઈકોર્ટે પ્રશ્ન ઉઠાવવાનું શરુ કર્યું અને તેના આયોજન અંગે વહીવટી તંત્ર પાસે જવાબ માગ્યો હતો. પછી ઢોરોને રાખવાની વ્યવસ્થાઓ કરવા અંગે જણાવ્યું હતું.


અધિકારીઓએ દાવો કર્યો કે રખડતા ઢોરને પકડવા માટે AMCની પહેલના કેટલાક સારા પરિણામો આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું કે 21 ઓગસ્ટથી પકડાયેલા 4,181 ઢોરમાંથી 238 ઢોર 3000 CCTVના આધારે પકડવામાં આવ્યા છે. સોમવારે આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...