દર ગુરૂવારે AMC કરશે ડ્રાય ડેની ઉજવણી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-11 17:18:37

અમદાવાદમાં હાલ ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં શિયાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ડેન્ગ્યુના કેસ સામે આવી રહ્યા છે. જેને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પગલા લેવાઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા કેસોને નિયંત્રણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત અઠવાડિયામાં એકવાર મચ્છર નાબુદી અભિયાન ચલાવશે. દર ગુરૂવારે સાત ઝોનના તમામ વોર્ડમાં આવેલા ઘરોની મુલાકાત લેશે. અને ઘરમાં રહેલા પાત્રોની ચકાસણી કરશે.


amcના અધિકારીઓ અભિયાનમાં જોડાયા

મચ્છર નાબુદી અભિયાનની કરાઈ શરૂઆત

આજકાલ મચ્છરજન્ય રોગ ચાળો વધી રહ્યો છે. અનેક લોકો મચ્છરજન્ય રોગનો શિકાર બની રહ્યા છે. મેલેરિયાથી અનેક લોકો બિમાર થઈ રહ્યા છે. મચ્છરજન્ય રોગો પર નિયંત્રણ રાખવા તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. ડેન્ગ્યુના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુને અટકાવવા તંત્ર દ્વારા દર ગુરૂવારના દિવસે ડ્રાય ડેની ઉજવણી કરવામાં આવશે. તંત્ર દ્વારા મચ્છર નાબુદી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.             




વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...