AMCની ઢોર પકડનારી ટીમ પર નિકોલમાં બુધવાર રાત્રે માલધારીએ તલવારથી કર્યો હુમલો, એક કર્મચારી ઘાયલ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 11:57:21


અમદાવાદમાં રખડતા ઢોર પકડવા જતી અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ટીમ પર અવારનવાર હુમલા થતા રહે છે. હાઇકોર્ટના હુકમનું પાલન કરતી AMCની ટીમ પર હુમલાની વધુ એક ઘટના બની છે. માલધારીઓએ નિકોલમાં હુમલો કર્યો હતો. નિકોલમાં રખડતી ગાયો સહિત  અન્ય પશુઓને પકડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કેર્પોરેશનની ઢોર પકડનારી ટીમ ગયેલી ત્યારે તેના ઉપર માલધારીઓએ હુમલો કર્યો હતો, જેમાં એક કર્મચારીને તલવાર મારી હતી. માલધારીઓએ ટીમના કર્મચારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. નિકોલ પોલીસે ગોમતીપુરના શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


હુમલાખોર સામે નોંધાઈ ફરિયાદ



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પર હુમલો થયો તે અંગે AMCના ઢોર અંકુશ વિભાગમાં નોકરી કરતા ઈકરામમુદ્રીન અયુબખાન પઠાણ (ઉ.વ.52)એ નિકોલ પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર પોલીસ સ્ટેશન સામે રહેતા મહેશભાઇ ભીખાભાઇ રબારી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ વિગતો આપતા જણાવ્યું હતું  કે ગઈકાલે રાતે સેનેટરી સબ ઇન્સ્પેકટર તથા પોલીસ બંદોબસ્ત સાથે જાહેર રોડ ઉપર રખડતા ઢોર પકડવા માટે ગયા હતા ત્યારે તેમના પર હુમલો થયો હતો. માલધારીઓના ટોળાએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કરી તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી મૂકયા હતા.


ગંભીર રીતે ઘાયલ કર્મચારી હોસ્પિટલમાં ખસેડાયા


પ્રથમ ગોમતીપુર વિસ્તારમાંથી બે ગાયો પકડીને ડબ્બામાં પુરેલી હતી બાદમાં મધરાતે નિકોલ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તાથી ખોડિયાર માતાના મંદિર તરફ જતા હતા. આ સમયે  રખડતી ગાયને કોર્ડન કરીને પકડતા હતા જ્યાં ગોમતીપુર પોલીસ સ્ટેશન પાસે રહેતા મહેશ રબારીએ આવીને ફરિયાદી પર તલવારથી હુમલો કર્યો હતો અને જાનથી મારી  નાંખવાની ધમકી આપી હતી. ગંભીર રીતે ઘાયલ ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?