ચૂંટણી નજીક આવતા AMCએ રખડતા પશુઓ માટે લીધો નિર્ણય, જાણો કઈ ગાયોને કરાશે મુક્ત


  • Published By :
  • Published Date : 2022-10-27 13:38:19

રખડતા પશુઓને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે રખડતા પશુ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે ઝૂંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત એએમસી દ્વારા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. અનેક પશુઓને પાંજરાપોળમાં રાખવામાં આવ્યા છે. ત્યારે એએમસીએ એક નિર્ણય કર્યો છે જેમાં માત્ર દુધાળા પશુઓને દંડ વસુલીને છોડવામાં આવશે. 

દુધાળા પશુને કરાશે મુક્ત 

પશુઓને કારણે થતી જાનહાની ટળે તે માટે રાજ્ય સરકારે તમામ મનપાને આદેશ આપ્યા હતા. જેમાં રખડતા પશુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. રાજ્ય સરકારના આદેશ પ્રમાણે તમામ મનપાએ પશુઓને પકડવાની કામગીરી શરૂ કરી હતી અને પાંજરાપોળમાં પશુઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જેનો સ્વીકાર એએમસીએ કર્યો છે. એટલે માત્ર દુધાળા પશુઓને દંડ વસુલ્યા બાદ મુક્ત કરવામાં આવશે. માલધારી સમાજના લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે. દુધાળા પશુઓના બચ્ચા જીવંત રહે તે માટે માલધારી સમાજે દુધાળા પશુઓને છોડવાની માગ કરી હતી. જે બાદ અમદાવાદ મનપાએ આ નિર્ણય કર્યો છે.


વિરોધને કારણે સરકારે પરત લીધો હતો વિધેયક 

રખડતા ઢોર પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે વિધેયક પસાર કર્યો હતો. જેનો વિરોધ માલધારી સમાજે મોટા પાયે કર્યો હતો. વધતા વિરોધને કારણે સરકારે આ વિધેયક પરત લઈ લીધું હતું. સરકારે આ નિર્ણય એટલા માટે કર્યો છે કારણ કે આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વિધેયકને લઈ માલધારી સમાજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચૂંટણી સમયે સમાજ નારાજ થાય તો સરકારને ભારે નુક્સાન વેઠવાનો વારો આવી શકે છે. જેને જોતા સરકારે આ નિર્ણય પરત લઈ લીધો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.