મિલકત વેરો નહીં ભરનારા ડિફોલ્ટરો સામે AMCની લાલ આંખ, પ્રોપર્ટી સીલ કરાઈ


  • Published By :
  • Published Date : 2023-01-19 14:01:00

અમદાવાદામાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકો સામે AMCએ હવે આકરૂ વલણ અપનાવ્યું છે. AMCએ પ્રોપર્ટી ટેક્સ ન ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં અત્યાર સુધીમાં 290થી વધુ મિલકતોની એક સાથે તાળાબંધી કરી છે.


ડિફોલ્ટરો સામે AMCની લાલઆંખ 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વ્યાજ માફી સ્કીમ ચાલુ હોઇ તેમ છતાં ઘણાં સમયથી મિલકત વેરો નહિં ભરનાર ડિફોલ્ટરો સામે પશ્ચિમ ઝોન ટેક્ષ ખાતા તરફથી જુના કર વેરા વસુલવા વ્યક્તિગત કોમ્પલેક્ષમાં જઇ બાકીદારોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરાઇ હતી.  AMCએ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરતા હોય તેવા લોકોની મિલકતો સીલ કરી છે. જેમાં શાયોના ગ્રીન, પરિવાર હોમ ગોતા, દેવ આદિત્ય આર્કેટ, શીલજ ભવ્ય કોમ્પલેક્ષ બોપલ સહિતની દુકાનોને સિલ કરવામાં આવી છે. આ રીતે એક જ દિવસમાં AMCને ટેક્ષની 3.41 કરોડની આવક થઈ છે.આ જ પ્રકારે ગઈકાલે વિડીયોકોન, આશ્રમ રોડ, સહજાનંદ પ્લાઝા, પાલડી, સત્યમ એપાર્ટમેન્ટ, સોલા, સરદાર પટેલ નગર, ચેનપુર, એસ.વી.સ્કેવર, ન્યુ રાણીપ, મધુર કોમ્પલેક્ષ, નારણપુરા, ફોરડી સ્કેવર, ગાંધીનગર મળી કુલ 69 સીલ મારવામાં આવ્યા હતા. જેમાંથી પશ્ચિમ ઝોનની કુલ 1.19 કરોડ આવક થઈ છે. તથા તા.18-01-2023ના રોજ કુલ 21 મિલકતોને સીલો મારવામાં  જેમાં આજે18-01-ના રોજ 1.01 કરોડ આવક થઈ છે. આજે સાબર એવન્યુ, નવરંગપુરા, સિમંધર, ચાંદખેડા, કુંજન કોમ્પલેક્ષ,નવરંગપુરા, અભીશ્રી એવન્યુ, આંબાવાડી, પીપલેશ્વર સોસાયટી, ચેનપુરમાં કાર્યવાહી કરાઈ હતી.


વર્ષ દરમિયાન 1702 એકમો સીલ 


બીજી બાજુ ડે.મ્યુનિસિપલ કમિશનર (પૂર્વઝોન)ની સુચનાથી આજે બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષ ચુકવણીની રકમ ન ભરતા હોઈ તેવા કરદાતાઓની મિલ્કતો ઉપર ઝોનમાં આવેલ વિવિધ વોર્ડના એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં બીલેશ્વર ઈન્ડ.એસ્ટેટ, ઓઢવ, કેશવ ગાર્ડન રેસ્ટોરન્ટ,નવા નરોડા, સમૃધ્ધિ કોમ્પલેક્ષ,નવા નિકોલ, આબાદ એસ્ટેટ, રખિયાલ, અક્ષરધામ રેસી એન્ડ કોર્મશિયલ વસ્ત્રાલ સહિત 78 એકમોને સહિત ચાલુ વર્ષ દરમિયાન ૧૭૦૨ એકમોને સીલ કરાયા છે. ભવિષ્યમાં પણ આકરી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.ત્યારબાદ હવે રહેણાંક વિસ્તારમાં પણ ટેક્ષ વસુલાતની કાર્યવાહી કરવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?