અમદાવાદમાં શરૂ થયેલા ફ્લાવર શોને લઈ શહેરીજનોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર ઈવેન્ટ ગ્રાઉન્ટ અને ફ્લાવર ગાર્ડન ખાતે શરૂ થયેલો આ ફ્લાવર શો 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી ચાલશે. ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ શોની દરરોજ 25 હજારથી પણ વધુ લોકો મુલાકાત લઈ રહ્યા છે. જો કે ફ્લાવ્યર શોમાં ઉમટતી ભીડ ચિંતાનો વિષય બન્યો છે. મોટી સંખ્યામાં લોકો ટિકિટ ખરીદવા માટે ટિકિટબારી પર લાંબી લાઈનો લગાવે છે. ટિકિટ માટેની લાંબી કતારોના કારણે ફ્લાવર શોમાં અવ્યવસ્થા સર્જાય છે.
Skip the queue and buy your tickets Online for the #SabarmatiRiverfront #Flowershow2023
Save time and energy with our Online Ticketing service. Scan the QR code above or go to https://t.co/ehvP8Id8Ty or https://t.co/3naZRouVve and get your tickets now. pic.twitter.com/0JYBquUmFC
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) January 9, 2023
ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા
Skip the queue and buy your tickets Online for the #SabarmatiRiverfront #Flowershow2023
Save time and energy with our Online Ticketing service. Scan the QR code above or go to https://t.co/ehvP8Id8Ty or https://t.co/3naZRouVve and get your tickets now. pic.twitter.com/0JYBquUmFC
ફ્વાવર શો જોવા આવતા મુલાકાતીઓને ટિકિટ માટે લાઈનો લગાવવની ન પડે તે માટે AMCએ ખાસ ઓનલાઈન વ્યવસ્થા કરી છે. અમદાવાદ મનપા દ્વારા મુલાકાતીઓ માટે ઓનલાઇન બુકિંગની મોડે મોડે સુવિધા શરૂ કરવામાં આવી છે. લોકો ઘરે બેઠા ઓનલાઇન ટિકિટ બુક કરાવી લાઈનમાં ઉભા રહેવાથી બચી શકશે. આ માટે મનપા દ્વારા જાહેર કરવામાં આવેલી www.sabarmatiriverfront.com તેમજ www.riverfrontparktickets.com પરથી તેઓ ટિકિટ મેળવી શકશે. તે ઉપરાંત ટિકિટ બારી ઉપર ક્યુઆર કોડ પણ મુકવામાં આવ્યા છે. જેને દ્વારા મોબાઈલમાં ક્યુઆર કોડ અથવા કેમેરાથી સ્કેન કરી શકાશે. ક્યુઆર કોડ સ્કેન કરી અને જે લિંક આવે તે ઓપન કરી અને તેમાં તમામ વિગતો ભરવાની રહેશે અને ઓનલાઇન પેમેન્ટ કરવાનું રહેશે અને ત્યાર બાદ ટિકિટ પ્રાપ્ત કરવાની રહેશે.
કેટલો છે ટિકિટ ચાર્જ?
અમદાવાદ ફલાવર શો માટે આવનારા મુલાકાતીઓ માટે ટિકિટ દર નિર્ધારિત કરવામાં આવ્યો છે. 12 વર્ષથી વધુ વયના લોકો માટે ટિકીટનો દર ત્રીસ રુપિયા રાખવામા આવ્યો છે. આ ફ્લાવર સવારે 9 થી રાત્રીના 9.00 વાગ્યા સુધી ચાલુ રહેશે. ફલાવર શોમાં આવતા લોકો માટે માસ્ક પહેરવો ફરજીયાત કરાયો છે. આ વર્ષે દસ લાખથી વધુ મુલાકાતીઓ શોની મુલાકાત લે તેવી સંભાવના છે.