અમદાવાદમાં ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાના કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે. ત્યારે એએમસી દ્વારા વધુ એક વસ્તુ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કીટલી પર પાર્સલમાં આપવામાં આવતી માઈક્રોનની પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરવામાં આવશે. પાર્સલમાં 60 માઈક્રોનથી ઓછી જાડાઈની થેલી આપી નહીં શકાય.
પેપર કપ પર લગાવાયો છે પ્રતિબંધ
સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખી ચાની કીટલી પર મળતા પેપર કપ પર એએમસી દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેને કારણે ચાની કીટલી પર મળતા પેપર કપ બંધ થઈ ગયા છે. પેપર કપ બંધ થતા ચાની કિંમતમાં વધારો થયો છે.
60 માઈક્રોનથી નીચેની પ્લાસ્ટિક થેલી નહીં વાપરી શકાય
ત્યારે એએમસી દ્વારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય અંતર્ગત ચાની કીટલી પર 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 60 માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિક બેગને ડીકમ્પોસ કરવું અધરૂ છે. અને જેને કારણે પ્રદુષણ ફેલાય છે. આ વાતને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એક અંદાજ પ્રમાણે એક દિવસમાં 20 લાખથી વધુ પેપરકપ ફેકવામાં આવે છે જેને કારણે ડ્રેનેજ સિસ્ટમમાં મુશ્કેલી ઉભી થાય છે. જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.