રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે AMCએ ઘડ્યો પ્લાન, જાણો પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલિસીનો ક્યારથી થશે અમલ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-31 12:14:15

રાજ્યમાં રખડતા ઢોરનો આતંક સતત વધતો જઈ રહ્યો છે. અનેક લોકો રખડતા ઢોરની અડફેટે આવતા પોતાનો જીવ ગુમાવ્યો છે. રસ્તા પર ચાલતા લોકો પર રખડતા પશુઓ અચાનક હુમલો કરી તેમને ઘાયલ કરી દેતા હોય છે. આવા ઘટનાના અનેક સીસીટીવી પણ સામે આવતા હોય છે. કોઈ વખત નાની માસુમ બાળકી ભોગ બનતી હોય છે તો કોઈ વખત મહિલા રખડતા પશુના આંતકનો ભોગ બનતી હોય છે. વધતા રખડતા પશુના ત્રાસને લઈ ગુજરાત હાઈકોર્ટે તંત્રની ઝાટકણી કાઢી છે અને યોગ્ય અને કડક પગલા લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તે બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઝોન પ્રમાણે બનાવવામાં આવશે ટીમ 

રખડતા પશુઓ પર નિયંત્રણ લાવવા માટે તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે. રખડતા પશુ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. રસ્તા પર ટેગિંગ વગર જો પશુ દેખાશે તો પશુ પાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તે સિવાય પણ અનેક નિયમો બહાર પાડવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર થોડા દિવસો પહેલા રખડતા ઢોર મુદ્દે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી હતી. ઝોન વાઈઝ ટીમ બનાવવામાં આવશે અને વિવિધ અધિકારીઓની જવાબદારી અંગે જણાવવામાં આવ્યું છે.

આવતી કાલથી નિયંત્રણ પોલીસીનો થશે અમલ 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે પહેલી સપ્ટેમ્બરથી શહેરમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ પોલિસીનો અમલ થવાનો છે. મહત્વનું છે કે અનેક વખત રખડતા પશુઓને કારણે વાહનચાલકોને તેમજ રાહદારીઓને અડફેટે લેતા હોય છે. જેને કારણે તેમને ઈજાઓ થતી હોય છે. ગુજરાત હાઈકોર્ટમાં અનેક વખત આ મામલે પીઆઈએલ થઈ. 


ગુજરાત હાઈકોર્ટે અનેક વખત કાઢી છે તંત્રની ઝાટકણી 

રખડતા ઢોરનો ત્રાસ અટકાવવા માટે શું પગલા લેવાયા તે અંગે અનેક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો છે પરંતુ દર વખતે તંત્ર દ્વારા આપવામાં આવતા જવાબથી હાઈકોર્ટ નારાજ થઈ હોય તેવું લાગતું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા રખડતા ઢોર વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અનેક વખત જોવા પણ મળ્યું છે કે રસ્તાની વચ્ચોવચ રખડતા પશુઓ બેસી જાય છે જે કારણે લોકોને અગવડનો સામનો કરવો પડે છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?