AMCએ એક જ દિવસમાં પકડ્યા રખડતા મૂકાયેલા આટલા ઢોરોને, અનેક ઢોરવાસ થયા ફૂલ! જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-02 14:33:48

રખડતા ઢોરનો ત્રાસ કેટલો વધી ગયો છે તે આપણે જાણીએ છીએ. ગમે ત્યારે રખડતા ઢોર આપણી પર હુમલો કરી શકે છે તેનો ડર લોકોને લાગે છે. હાઈકોર્ટ દ્વારા આ મામલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જે અધિકારી આ કાર્યવાહી નથી કરતા તેમના નામ આપવા માટે પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે. એએમસીએ ટ્વિટ કરી છે અને લખ્યું છે કે અમદાવાદ શહેરમાં પશુત્રાસ અટકાવવા માટે પોલિસી-2023નો અમલ શરૂ કરાયો છે. 1 નવેમ્બરની કાર્યવાહીમાં શહેરના 7 ઝોનમાંથી જાહેર સ્થળો પર રખડતા મૂકવામાં આવેલા 300 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે.  

ઢોર નિયંત્રણ પોલીસીમાં એએમસીએ કર્યો ફેરફાર 

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે. રખડતા શ્વાન તેમજ રખડતા ઢોરને કારણે રાહદારીઓના જીવન પર સંકટ તોળાતું હોય છે. પરંતુ વાહનચાલકોને પણ રખડતા ઢોર અડફેટે લઈ લે છે જેને કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અથવા તો મોતને ભેટે છે.  હાઈકોર્ટ આ મામલે એકદમ ગંભીર હોય તેવું લાગી રહ્યું છે. કડક કાર્યવાહી કરવા માટે તંત્ર દ્વારા શું પગલા લેવાયા છે તેનો હિસાબ હાઈકોર્ટે માગ્યો છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. નિયંત્રણ પોલીસીમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


એક જ દિવસમાં 300 રખડતા ઢોર પકડાયા!

દરરોજ રખડતા ઢોર પર અમે સ્ટોરી લખતા હોઈએ છીએ. રખડતા ઢોરનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે વગેરે વગેરે... ત્યારે ગઈકાલે પણ એએમસી દ્વારા નવી પોલિસી અંતર્ગત રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જાહેર સ્થળ પર રાખવામાં આવેલા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પહેલી નવેમ્બરના રોજ અમદાવાદ શહેરના સાત ઝોનમાંથી 300 પશુઓને પકડવામાં આવ્યા હતા ઉપરાંત 27870 કિલો ઘાસચારો જપ્ત કરાયો છે. મહત્વનું છે કે જો એએમસી માત્ર એક જ દિવસ 300 જેટલી ગાયોને પકડી શકે છે તો રસ્તા પર કેટલી ગાયો હશે જે ફરતી હશે...


ઢોરને પકડવા જતી ટીમ પર કરાયો હતો હુમલો 

મહત્વનું છે કે અનેક વખત એવા દ્રશ્યો પણ સામે આવતા હોય છે જેમાં ઢોર પકડવા માટે ટીમ જતી હોય છે તેમની પર હુમલો કરવામાં આવે છે. અમદાવાદમાં પણ એક બે દિવસ પહેલા એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ટીમ પર પોલીસની હાજરીમાં હુમલો કરાયો છે. ઢોરને પકડવા જ્યારે જ્યારે પણ ટીમ જાય છે ત્યારે તેમના જીવન પર જોખમ તોળાતું હોય છે. એવા પણ સમાચાર સામે આવ્યા છે કે અનેક પશુવાસ ફૂલ થઈ ગયા છે. ગાયોને રાખવા માટે જગ્યા નથી તેવી પણ માહિતી સામે આવી છે. જોવું એ રહ્યું કે તંત્રની આટલી કાર્યવાહી બાદ, હાઈકોર્ટની ફટકાર બાદ લોકોને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળે છે કે નહીં..



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?