જામનગરમાં થોડા દિવસો પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રીવેડિંગમાં દેશ વિદેશની મોટી હસ્તીઓ આવી હતી. આખું બોલિવુડ જાણે જામનગરમાં આવ્યું હોય તેવું લાગ્યું ત્યારે ફરી એક ફંક્શન જામનગરમાં આયોજીત કરવામાં આવ્યું હતું જેમાં મોટી હસ્તીઓ નહીં પરંતુ રિલાયન્સ પરિવાર હતો. આખો અંબાણી પરિવાર જામનગર આવ્યો હતો અને Reliance ટાઉનશિપ પહોંચ્યો હતો. અંબાણી પરિવારે અહીં તેમના દરેકે દરેક કર્મચારી અને આ કર્મચારીઓના પરિવાર સાથે ઉજવણી કરી હતી. મુકેશ અંબાણીએ ગુજરાતીમાં બધા કર્મચારીઓનો આભાર માન્યો હતો.
પહેલીથી ત્રીજી માર્ચ દરમિયાન કરાયું હતું પ્રી વેડિંગ ફન્કશનનું આયોજન!
અંબાણી પરિવાર પોતાની રહેણીકરણી તેમજ લાઈફસ્ટાઈલને લઈ ચર્ચામાં રહેતો હોય છે. અંબાણી પરિવારને જોઈએ ત્યારે ગુજરાતીપણું તેમનામાં દેખાય છે, તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવતા પ્રસંગોમાં પણ સંસ્કાર દેખાય છે. થોડા સમય બાદ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન થવાના છે. લગ્ન પહેલા જામનગરમાં પ્રી વેડિંગ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત અને રાધિકાના પ્રી વેડિંગમાં સામેલ થવા માટે અનેક મોટી હસ્તીઓ ગુજરાત આવી હતી અને જામનગરની મહેમાન બની હતી. પહેલીથી ત્રીજી માર્ચ દરમિયાન અનેક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું, સેલિબ્રેશનના જે વીડિયો સામે આવ્યા હતા તે જોઈને થાય કે પ્રી વેડિંગ આટલું ભવ્ય છે તો લગ્નમાં કેટલી જાહોજલાલી હશે.
મુકેશ અંબાણીએ કહ્યું કે...
જામનગર અંબાણી પરિવાર માટે કેમ ખાસ છે તેનું કારણ અંબાણી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. નીતા અંબાણી તેમજ અનંત અંબાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. ત્યારે જામનગર ખાતે ફરી એક વખત અંબાણી પરિવાર જામનગર પહોંચ્યો હતો અને ત્યાં ફરી એક વખત સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું Reliance ટાઉનશીપ ખાતે. નીતા અંબાણીએ આ આખા reliance પરિવારને છોકરાવાળા તરફથી ગણાયા હતા અને મુકેશ અંબાણીએ ગુજરાતીમાં આ બધા કર્મચારીઓનો આભાર માન્યો હતો . કીધું હતું કે , તમે છો તો જામનગર છે . ઉપરાંત અનંત અંબાણીએ પોતાના ભાષણની શરૂઆત જય શ્રીરામથી કરી હતી .