અંબાણી પરિવારીને અપાશે Z+ સિક્યોરિટી, ન માત્ર ભારતમાં પરંતુ વિદેશમાં સુરક્ષા આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-01 08:48:09

અંબાણી પરિવારને આપવામાં આવતી સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. એ અંતર્ગત ભારતમાં તેમજ વિદેશમાં અંબાણી પરિવારને Z+ સુરક્ષા આપવામાં આવશે જેનો ખર્ચ અંબાણી પરિવારને ઉઠાવવાનો રહેશે. અત્યાર સુધી આ ખર્ચ કેન્દ્રીય ગૃહમંત્રાલય ઉઠાવતું હતું પરંતુ હવેથી આ ખર્ચ અંબાણી પરિવાર પોતે ભોગવશે. Z+ કેટેગરીની સુરક્ષા આપવા માટે વ્યક્તિ દીઠ દર મહિને 40થી 45 લાખનો ખર્ચ થાય છે. Z+ લેવલની સિક્યોરિટી ઉપરાંત મુકેશ અંબાણીની પાસે લગભગ 15-20 પર્સનલ સિક્યોરિટી ગાર્ડ પણ છે.

 


ધમકી મળ્યા બાદ આપવામાં આવી હતી સુરક્ષા 

મુકેશ અંબાણીને 2013માં હિઝબુલ મુજાહિદ્દિન તરફથી ધમકીઓ મળી રહી જે બાદ મનમોહન સિંહ દ્વારા Z+ સુરક્ષા આપવામાં આવી હતી. ઉપરાંત નીતા અંબાણીને કેન્દ્ર સરકારે 2016માં Y+ સિક્યોરિટી આપી હતી. પરંતુ ગયા વર્ષે 29 જૂને ત્રિપુરા હાઈકોર્ટમાં વિકાસ સાહા નામના વ્યક્તિ દ્વારા મુકેશ અંબાણીની સુરક્ષાને લઈ પીઆઈએલ દાખલ કરી હતી. આના પર હાઈકોર્ટે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો જેના આધારે અંબાણી અને તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવી હતી. 


ત્રિપુરા કોર્ટમાં અંબાણી પરિવારને મળતી સુરક્ષાને લઈ કરાઈ હતી અરજી  

જે બાદ કેન્દ્ર સરાકરે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટમાં કહેવામાં આવ્યું કે એક પરિવારને આપવામાં આવેલી સુરક્ષા જાહેર હિતનો મુદ્દો નથી અને અંબાણીની સુરક્ષાને ત્રિપુરા હાઈકોર્ટના નિર્દેશો પર સુપ્રીમ કોર્ટે 22 જુલાઈના રોજ સ્ટે લગાવી દીધો હતો.  સુપ્રીમ કોર્ટે સરકારને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવતી સુરક્ષાને યથાવત રાખવાની મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે ત્રિપુરા હાઈકોર્ટનો તે આદેશ રદ્દ કરી દીધો હતો.  

 

પરિવાર જાતે ઉઠાવશે સુરક્ષાનો ખર્ચ 

જસ્ટિસ કૃષ્ણ મુરારી અને જસ્ટિસ અહસાનુદ્દીન ખંડપીઠે જણાવ્યું હતું કે જ્યારે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર ભારતની અંદર હોય ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી મહારાષ્ટ્ર રાજ્ય અને ગૃહ મંત્રાલયની છે, જ્યારે તેઓ વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય ત્યારે અંબાણી પરિવારની સુરક્ષા ગૃહમંત્રાલય સુનિશ્ચિત કરશે.  અત્યાર સુધી કેન્દ્રીય ગૃહમંત્રાલય તેમની સુરક્ષાને ખર્ચ ઉઠાવતું હતું પરંતુ હવેથી અંબાણી પરિવાર જાતે ખર્ચ ઉઠાવશે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?