Ambani પરિવારે Jamnagarમાં આખું જંગલ ઊભું કર્યું!, Vantara Anant Ambaniનું સપનું હતું! જુઓ પ્રાણીઓની સુંદર તસવીરો જેને જોઈ તમે પણ કહેશો વાહ...!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-27 14:05:23

અંબાણી પરિવાર આમ તો અત્યારે અનંત અંબાણીના લગ્ન માટે ચર્ચાઓમાં છે પણ વધુ ચર્ચામાં એટલે પણ છે કારણ કે અનંત અંબાણીના લગ્ન પહેલા અંબાણી પરિવાર સમાજને એક સંદેશ પૂરો પાડવા માગે છે કે સમાજ માટે આપણું પણ કર્તવ્ય હોય છે! પોતાની લાઈફસ્ટાઈલને લઈ તો અંબાણી પરિવાર ચર્ચામાં રહેતો હોય છે પરંતુ સમાજ માટે કરવામાં આવતા કાર્યો પણ લોકોના દિલ જીતી લે છે. પ્રિવેડિંગને લઈ જામનગરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે તે પહેલા અનંત અંબાણીના સપના સમાન ગણાતા વનતારા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. 

જામનગરમાં કરાયું છે પ્રિવેડિંગ ઈવેન્ટનું આયોજન!

લગ્ન હોય કે નાનામાં નાની ઈવેન્ટ અંબાણી પરિવારમાં તેની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. અંબાણી પરિવારને જોઈ લોકો કહેતા હોય છે કે પૈસો હોય તો બધુ કરી શકાય, તે વાત સાચી પરંતુ પૈસા હોવા અને તેને વાપરવા માટે જીગર જોઈએ! જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રિવેડિંગ યોજાવાનું છે. પ્રિ વેડિંગ ઈવેન્ટમાં ભાગ લેવા દેશ વિદેશથી મહેમાનો આવવાના છે. પ્રિવેડિંગને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે પહેલા અંબાણી પરિવાર દ્વારા વનતારા પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.


અનંત અંબાણીએ આ પ્રોજેક્ટને લઈ કહી આ વાત!

આ પ્રોગ્રામમાં ખાસ શું છે તો આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ, સારવાર, સારસંભાળ અને પૂનર્વસનનું કાર્ય કરવામાં આવશે. આ પ્રોજેક્ટ વિશેની વાત પોતે અનંત અંબાણીએ કરી છે. મીડિયા સમક્ષ વાત કરતા તેમણે જણાવ્યું કે આ કરવા પાછળ તેમનું ઈન્સપીરેશન કોણ છે? ‘વાઇલ્ડ લાઇફ બચાવવા માટે મને મારી મા પાસેથી પ્રેરણા મળી છે.. મારી માએ બાળપણથી જ શીખવ્યું હતું કે કેવી રીતે પશુઓની સેવા કરવી જોઇએ. 

અનંત અંબાણીને પ્રાણીઓ પ્રત્યે છે પ્રેમ! 

રેસ્ક્યૂ સેન્ટરમાં શું ખાસ છે તો , પશુઓ માટે રેસ્ક્યૂ સેન્ટર ‘વનતારા’માં 6 સર્જરી સેન્ટર છે. સાથે જ રેસ્ક્યૂ સેન્ટરમાં પેશન્ટ વોર્ડ, MRI મશીન અને CT સ્કેનની પણ સુવિધા છે. રેસ્ક્યૂ સેન્ટરમાં રોબોટિક સર્જરી મશીન અને લેબ પણ છે. અત્યાર સુધી 25000 થી વધુ પશુઓનું રેસ્ક્યૂ આ સેન્ટરમાં કરાયું છે. અંનત અંબાણીની વાતો પરથી જ ખ્યાલ આવે કે એમને અનંત પ્રાણી પ્રેમ છે સાથે તેમણે એક સુંદર વાત કહી કે મારી માં એ હમેશા મને પુણ્ય કરતાં શીખવ્યું છે અને આ અંબાણી પરિવારના બધા સભ્યોમાં જોયું છે માણસ જોડે પૈસો હોય તો એ બધુ કરી શકે છે પણ પૈસા સાથે સંસ્કાર અને દયાભાવ આ તો ખૂબ ઓછા લોકોમાં હોય છે અને એનું ઉદાહરણ પણ અંબાણી પરિવાર પૂરો પાડે છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?