રાજ્યમાં અનેક દિવસોથી કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. થોડા સમય પહેલા કમોસમી વરસાદ થયો હતો જેને કારણે સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો જોવા મળતો હતો. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે.
આવનાર બે ત્રણ દિવસ રહેશે ઠંડીનો ચમકારો
આ વર્ષે લોકોને કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે અનેક વર્ષો બાદ રાજ્યમાં આવી ઠંડી પડી છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. થોડા દિવસો પહેલા અનેક શહેરોમાં કમોસમી વરસાદ પડયો હતો, કમોસમી વરસાદને કારણે ઠંડીથી આંશિક રાહત મળી હતી. પરંતુ એક બે દિવસથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળશે તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવામાં આવ્યું છે. આગામી બે-ત્રણ દિવસ તાપમાનનો પારો સતત ગગડતો રહેશે પરંતુ તે બાદ ઠંડી ધીમે ધીમે વિદાય લેશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
ફેબ્રુઆરી અંતમાં ધીરે ધીરે થશે ગરમીનું આગમાન
આવનાર સમયમાં ધીમે ધીમે ગરમી પોતાનું જોર પકડશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં ઠંડી ધીરે ધીરે વિદાય લઈ લેશે જેને કારણે તાપમાનમાં વધારો થવાનો છે. આગામી સમયમાં લઘુતમ તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આગાહી પ્રમાણે આ ઉનાળો આકરો રહેવાનો છે. માર્ચ મહિનામાં ગરમીમાં વધારો થશે.