રાજ્યમાં આગામી મહિનામાં હવામાનની સ્થિતી અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ખડૂતોને આપી આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-06-29 14:28:17

રાજ્યના તમામ ભાગોમાં હાલ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા હવે મનમૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલા વરસાદ આગામી મહીનામાં પણ કેવી અમી વર્ષા કરશે તેના પર સૌની નજર છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે અને આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. 


ખેડૂતોને આપી આ સલાહ


અંબાલાલ પટેલે વરસાદનો વરતારો કાઢતા કહ્યું છે કે, ખેડૂતોએ વરાપ કરીને વાવેતર કરવું હિતાવહ છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 5 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન રહેશે.આ સાથે જ 18થી 20 નવેમ્બરના ચક્રવાતની શકયતા છે. 


8 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે


રાજ્યમાં આગામી મહિને પણ વરસાદનું જોર રહે તેવી હવામાન વિભાગની આગાહી છે.  રાજ્યમાં 8 જુલાઈ સુધી  દક્ષિણ ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ થવાની શક્યતા છે. આગામી પાંચ દિવસ વલસાડ, નવસારી, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તે જ પ્રકારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 


નવસારી અને વલસાડ જિલ્લામાં એલર્ટ 


રાજ્યના હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ બંને જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે. તો સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. નવસારીમાં હાલ NDRFની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?