અંબાલાલ પટેલની આગાહી 'હજુ માવઠાથી નહીં મળે છુટકારો કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર'


  • Published By :
  • Published Date : 2023-11-29 14:12:21

રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોની દશા કફોડી બની છે, ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થયો છે. સુસવાટા મારતા પવન સાથે કમોસમી વરસાદ અને કરા વર્ષા થતાં ખેડૂતોની પાક લણવાની આશા ઠગારી નિવડી છે. હવે આ પરિસ્થિતીમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી મહિનામાં હવામાનની શું સ્થિતી રહેશે તે અંગે આગાહી કરી છે. 


હજુ માવઠાનું સંકટ યથાવત


હવમાનશાસ્રી અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર જોવા મળશે. તેમણે કહ્યું કે હજુ માવઠાથી છુટકારો નહીં થાય. રાજ્યમાં કરા સાથે માવઠું થશે અને હાંડ થીજવતી ઠંડી પણ અનુભવા છે. રાજ્યમાં આગામી 2થી 4 ડિસેમ્બરના રોજ એક પછી એક પશ્ચિમ વિક્ષોપ આવશે. અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા કહ્યું કે આગામી 2થી 16 ડિસેમ્બર સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થશે. ગુજરાતના ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઠંડીનું જોર વધતા કૃષિપાકોને ફાયદો થશે. ઘઉં સહિતના રવિ પાકમાં ફાયદો થશે. રાયડા અને સરસવના પાકને અલનિનોની અસર તેને સાનુકુળ રહેશે.


બંગાળની ખાડીમાં ચક્રવાત 

અંબાલાલ પટેલે વધુ એક ચક્રવાતની આગાહી કરતા જણાવ્યું હતું  કે 2થી 4 ડિસેમ્બરના દરમિયાન બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાત 8 ડિસેમ્બર સુધી સક્રિય રહેશે. આ ચક્રવાતના કારણે દક્ષિણ-પૂર્વીય ભાગોમાં માવઠું થશે. ભેજવાળા પવનો પશ્ચિમી પવનો સાથે મર્જ થતાં વાદળછાયું વાતાવરમ અને કમોસમી વરસાદ થશે. ભારે પવન અને કરા વરસાદ પણ થઈ શકે છે. ઉત્તરના પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?